Gujarat Government Health Department COVID-19 Update 12-04-2020
Gujarat Government Health Department COVID-19 update 12-04-2020
Name of Organization:- Gujarat Government Health DepartmentUpdate :- 12-04-2020
For latest update:-Covid-19
Covid-19 Update:- Cleck Here
✤કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો
➤ કોરોના (Covid 19)ના સંક્રમણ દરમ્યાન વ્યકિતગત સંભાળ માટે આયુર્વેદ થકી રોગ પ્રતિકાર શકિત વધારવા માટેના પગલા
➥ આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્દારા ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવેલ છે.
➤ સામાન્ય પગાલઓ-
- ➥ દિવસભર ગરમ પાણી પીવું.
- ➥ આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે)
- ➥ હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો
➤ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-
- ➥ સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)
- ➥ હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો
➥ દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય - ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં એક કે બે વાર.
➤ સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ-
- ➥બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો- સવાર અને સાંજકોગળા કરવા- ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી (પીવુ નહી) પછી ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા- દિવસમાં એક કે બે વાર કરી શકાય.
➤ સુકી ઉધરસ / ગળામાં બળતરા થતી હોય ત્યારે-
- ➥ તાજા ફુદીના ના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો
- ➥ લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે
ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.
આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છે
ઉપરના પગલાં વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે.