APL-1 રેશનકાર્ડ ધારકોને આજથી એપ્રિલ મહિનામાંં વિનામુલ્યે અન્ન વિતરણનો પ્રારંભ
APL-1 રેશનકાર્ડ ધારકોને આજથી વિનામુલ્યે અન્ન વિતરણનો પ્રારંભ :
૬૦ લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોના હિતમા રાજ્ય સરકારનુ અભુતપુર્વ પગલુ
APL-1 રેશનકાર્ડ ધરાવતા અઢી કરોડ કરતા વધુ લોકોને એપ્રિલ મહિનામાંં વિના મુલ્યે અન્ન વિતરણનો મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ નિર્ણય
APL-1 રેશનકાર્ડ ધરાવતા અઢી કરોડ કરતા વધુ લોકોને એપ્રિલ મહિનામાંં વિના મુલ્યે અન્ન વિતરણનો મુખ્યમંત્રીશ્રીનો સંવેદનશીલ નિર્ણય
- અન્ન વિતરણ વ્યવસ્થા સરળતાથી કાર્યરત રહે તે માટે તા. ૧૩ એપ્રિલથી ૧૭ એપ્રિલ દરમ્યાન (૧૫ આંકડાના રેશનકાર્ડ નંબરમાં પાછલા આંકડાની સંખ્યા એટલે કે છેલ્લે ૨૧ હોય તો ૧ નંંબર સમજવો) તે મુજબ અન્ન વિતરણના દિવસો નિર્ધારીત રહેશે
- રેશન કાર્ડ નં: ***** ***** ****1
છેલ્લા આંકડાનો નંબર ૧ અને ૨ હોય તેમને તા. ૧૩ એપ્રિલ
છેલ્લા આંકડાનો નંબર ૩ અને ૪ હોય તેમને તા. ૧૪ એપ્રિલછેલ્લા આંકડાનો નંબર ૫ અને ૬ હોય તેમને તા. ૧૫ એપ્રિલ
છેલ્લા આંકડાનો નંબર ૭ અને ૮ હોય તેમને તા. ૧૬ એપ્રિલ
છેલ્લા આંકડાનો નંબર ૯ અને 0 હોય તેમને તા. ૧૭ એપ્રિલે
વિનામૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવશે પરંતુ, અનિવાર્ય સંજોગોમાં
જો કોઈ રહી ગયુ હશે તો તેઓ તા. ૧૮ એપ્રિલના રોજ અન્ન મેળવી શકશે
- રાજયભરમાં આવેલી ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી Non - NFSA APL-1 રેેેશનકાર્ડ ધરાવનારને એપ્રિલ માસ પુરતુંં ૧૦ કિ. ગ્રા. ઘઉં, 3 કિ. ગ્રા. ચોખા, ૧ કિ. ગ્રા. દાળ અને ૧ કિ. ગ્રા. ખાંડ વિનામુલ્યે અપાશે. ગ્રાહકે પોતનું રેશનકાર્ડ, આધારકાર્ડ/ઓળખકાર્ડ સાથે રાખવુંં.
- સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી રાખવી