ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ

સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ અને ગૌતમ બુદ્ધનુ જીવન વિશેની માહિતી બુદ્ધ અને તેમનો ધમ્મ (બુદ્ધ ધર્મ) પુસ્તક માંથી.

ગૌતમ બુદ્ધ વિશે માહિતી



ગૌતમ બુદ્ધ વિશે માહિતી


🔅 સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું?

✅ શુદ્ધોદન


🔅 યશોધરાના પિતાનું નામ શું હતું?

✅ દંડપાણી


🔅 સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ના સારથી નું નામ શું હતું?

✅ છંદક(છન્ન)


🔅 સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ ના પત્ની નું નામ શું હતું.

✅યશોધરા

 

🔅 સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ અને યશોધરાના પુત્રનું નામ શું હતું?

✅ રાહુલ


🔅 અસિતઋષી ની ભવિષ્યવાણી ને ધ્યાનમાં રાખી સિદ્ધાર્થને કામભોગોના બંધનમાં બાંધી રાખવા માટે રાજા શુદ્ધોદને કેવી યોજના બનાવી હતી?

✅ ઉનાળાની ઋતુમા રહેવા માટે, વર્ષાઋતુમાં રહેવા માટે અને શિયાળાનીઋતુમાં રહેવા માટે એમ ત્રણ મહેલ બનાવ્યા હતા. આ મહેલોને તમામ પ્રકારનાં ભોગવિલાસના સાધનો થી સુસજજીત કર્યા હતા. દરેક મહેલની આજુબાજુ સુંદર બાગબગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. સાથેસાથે સુંદર સુંદરીઓ સાથે અંતઃપુરની વ્યવસ્થા પણ કરાવી હતી.


🔅 રાજા શુદ્ધોદનનાં રાજપુરોહિતનું નામ શું હતું?

✅ ઉદાયી.


🔅 રાજપુરોહિત ઉદાયીએ રાજકુમાર સિદ્ધાર્થ ને મિત્રની હેસિયત થી કઇ વાત કહી હતી?

✅ મિત્રને કોઈ અહિત કાર્યથી બચાવવા, હિતકર કાર્યમાં લગાવવા, વિપત્તિમાં સાથ ના છોડવો.


🔅 સિદ્ધાર્થ ને શાકય સંઘમાં કેટલા વર્ષેની વયે સદશ્યતા આપવામાં આવી હતી?

✅ વીસ વર્ષ ની વયે


🔅 શાકય રાજ્યના સંઘભવન ને શું કહેવામાં આવતું હતું?

✅ સંથાગાર.


🔅 શાકયસંઘનાં સદશ્ય તરીકેના કર્તવ્યો કયા ક્યા હતા?

✅ સંઘના સદશ્યની હેસિયત થી તન, મન અને ધન થી શાક્યોના સ્વાર્થની રક્ષા કરવી, સંઘની સભાઓમાં ઉપસ્થિત રહેવું, કોઈપણ પ્રકારના ભય કે પક્ષપાત વગર શાક્યોના દોષ કહી દેવા, જો સ્વયં ઉપર કોઇ દોષારોપણ કરવામાં આવે તો, ક્રોધિત ના થવું, દોષિત થયે દોષ સ્વીકારવો અને નિર્દોષ હશો તો તેમ કહેવું.


🔅 શું શું કરવાથી શાકયસંઘના સદશ્ય ગેરલાયક ઠરતા?

✅ વ્યભિચાર કરવાથી,  હત્યા કરવાથી, ચોરી કરવાથી અને ખોટી સાક્ષી આપવાથી.


🔅 રોહિણી નદી કયા રાજયો ની વિભાજક રેખા હતી?

✅ રોહિણી નદી શાક્યોના રાજય કપિલવસ્તુ અને કોળીઓના રાજય રામગામની વિભાજક રેખા હતી. શાકયો અને કોળીઓ બન્ને રોહિણી નદીનાં પાણીથી પોતપોતાના ખેતરોમાં સિંચાઇ કરતા.


🔅 સિદ્ધાર્થ ગૌતમે જ્યારે ગૃહત્યાગ કરી પ્રવ્રજયા લેવાનો નિર્ણય પોતાની પત્ની યશોધરાને જણાવ્યો ત્યારે યશોધરાએ જવાબમાં શું કહ્યું હતું?

✅ આપ આપના પ્રિય સંબંધીઓ ને છોડીને જયારે પ્રવ્રજીત થવા જઈ રહ્યા છો, તો ત્યારે આપ એવા કોઈ નવા માર્ગની શોધ કરજો જે મનુષ્યોને માટે કલ્યાણકારક હોય.


🔅 સિદ્ધાર્થ ગૌતમના ઘોડાનું નામ શું હતું?

✅ કંથક


🔅 ભારદ્વાજ ઋષિનો આશ્રમ ક્યાં હતો?

✅ ભારદ્વાજ ઋષિ નો આશ્રમ કપિલવસ્તુ રાજયમાં જ હતો.


🔅 ગૃહત્યાગ કર્યા બાદ સિદ્ધાર્થ ગૌતમે પ્રથમ પ્રવ્રજયા(દિક્ષા) ક્યા ઋષિ પાસેથી ગ્રહણ કરી હતી?

✅ ભારદ્વાજ ઋષિ પાસેથી ગ્રહણ કરેલ હતી.


🔅 સિદ્ધાર્થ ગૌતમે શાકયસંઘ સમક્ષ કઈ બેવડી પ્રતિજ્ઞા લીધી હતી?

✅ એક ગૃહત્યાગ કરી પ્રવ્રજયા લેવાની અને બીજી વીનાવિલંબ શાકય રાજ્યની હદ માંથી બહાર જતા રહેવાની.


🔅 સિદ્ધાર્થ ગૌતમે પ્રવ્રજયા (દિક્ષા) ગ્રહણ કરી ત્યારે તેમની વય કેટલી હતી?

✅ ઓગણત્રીસ(૨૯) વર્ષ ની


🔅 સિદ્ધાર્થ ગૌતમનો સારથી 'છન્ન' અને ઘોડો 'કંથક' તેમની સાથે ક્યાં સુધી સાથે ગયા?

✅ અનોમાં નદીના તટ સુધી. 


🔅 શાકયરાજય કપિલવસ્તુ થી નીકળી ભારદ્વાજ ઋષિ પાસેથી પ્રવ્રજયા લઇ અનોમાં નદી પાર કરી સિદ્ધાર્થ ગૌતમે કયાં જવાનો નિશ્ચય કર્યો?

✅ મગધ રાજયની રાજધાની રાજગૃહ જવાનો વિચાર કર્યો


🔅 કપિલવસ્તુ થી રાજગૃહ પગપાળા કેટલાં માઈલ થતું હતું?

✅ ૪૦૦ માઈલ.


🔅 મગધ રાજય પર કોનું શાસન હતું?

✅ મગધ રાજય પર રાજા બિંબિસારનું શાસન હતું.


🔅 કપિલવસ્તુ થી મગધ રાજય ની રાજધાની રાજગૃહ જવા માટે રસ્તામાં કઈ મોટી નદી પસાર કરવી પડતી હતી?

✅ ગંગા નદી


🔅 મગધ રાજયની રાજધાની રાજગૃહ શાનાં માટે પ્રખ્યાત હતી?

✅ મોટા-મોટા દાર્શનિકો, પંડિતો અને ઋષિમુનીઓનાં રહેવાને કારણે પ્રખ્યાત હતી.


🔅 કપિલવસ્તુ થી રાજગૃહ સુધીની યાત્રા સિદ્ધાર્થ ગૌતમે કઇ રીતે કરી હતી?

✅ પગપાળા (પગે ચાલીને)


🔅 સિદ્ધાર્થ ગૌતમ રાજગૃહ પહોંચ્યા તે પહેલાં ક્યાં ક્યાં રોકાયા હતા?

✅ રસ્તામાં તેઓ એક બ્રાહ્મણ સ્ત્રી 'સકી'ના આશ્રમે, ત્યારબાદ 'પદ્મા' નામની બીજી સ્ત્રીનાં આશ્રમે અને બાદમાં 'રૈવત' નામનાં બ્રાહ્મણ ઋષિના આશ્રમે રોકાયા હતા.


🔅રાજગૃહ પહોંચી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કયાં રોકાયા હતાં?

✅ ગૃધકૂટ પર્વત નીચે પાંદડાઓ ની એક ઝૂંપડી બનાવી રોકાયા હતાં.


🔅 રાજગૃહમાં પર્વતમાં ઝૂંપડી બનાવી રહેતા હતા ત્યારે તેમને પાંચ પરીવ્રજકો સાથે મુલાકાત થયેલ તે પરિવ્રજકોનાં નામ શું હતાં?

✅ કોન્ડીન્ય, અશ્વજીત, વાષ્પ, મહાનામ અને ભદરિક


🔅 ગૃધકૂટ પર્વતનાં જંગલો કયા પ્રકારના વૃક્ષો થી ભરેલા હતા?

✅ લોધ્ર વૃક્ષો થી ભરેલાં હતા.

(લોધ્રવૃક્ષ દેખાવમાં જાબુંના વૃક્ષ જેવું હોય છે)


🔅 મગધની રાજધાની રાજગૃહ કેટલા પર્વતો થી ઘેરાયેલું શહેર હતું?

✅ પાંચ


🔅 મગધ નરેશ(રાજા) બિંબિસારનાં રાજયનું રાજચિન્હ શું હતું?

✅ સિંહ


ઘ્યાનવિધ અનેે ગૌતમ બુદ્ધ વિશે માહિતી


🔅 મગધ નરેશ(રાજા) બિંબિસારની વિદાય લઈ સિદ્ધાર્થ ગૌતમે કોને મળવાનો વિચાર કર્યો?

✅ મુની આલરકાલામને


🔅 આલારકાલામ પાસે જતાં રસ્તામાં કયા ૠષિનો આશ્રમ આવ્યો હતો?

✅ ભૃગુૠષિનો


🔅 મુની આલારકાલામ નો આશ્રમ ક્યાં આવેલો હતો?

✅ વિંદય પ્રદેશમાં


🔅 મુની આલારકાલામ નો સિદ્ધાંત કયા નામે ઓળખાતો?

✅ સાંખ્યદર્શન


🔅 ધ્યાનમાર્ગની ત્રણ પદ્ધતિઓ કઇ કઈ છે?

✅ શ્વાસ પર નિરીક્ષણ રાખવાની એક પદ્ધતિ એટલે આનાપાનસતિ. બીજી પદ્ધતિ એટલે પ્રાણાયામ. ત્રીજી પદ્ધતિ એટલે સમાધિમાર્ગ.


🔅 આલારકાલામ પાસે થી વિદાય લઈ સિદ્ધાર્થ ગૌતમ ક્યાં ગયા?

✅ ઉદકરામપુતનાં આશ્રમે


🔅 ઉદકરામપુત પાસે થી સિદ્ધાર્થ ગૌતમે કઇ ઘ્યાનવિધ શિખી?

✅ આઠમાં દર્જા સુઘીની ઘ્યાનવિધ.


🔅 તપશ્ચર્યા માટે સિદ્ધાર્થ ગૌતમે ક્યાં નિવાસ કરવાનો નિશ્ચય કર્યો?

✅ ગયાના રાજર્ષિ નેંગરીનાં આશ્રમમાં જે ઉરૂવેલા નેરંજના નદી કાંઠાનું એકાંત સ્થળ હતું.


🔅 ગયામાં સિદ્ધાર્થ ગૌતમને કોની સાથે મુલાકાત થઈ?

✅ આ સ્થળે તેને પાંચ પરિવ્રરાજકો સાથે મુલાકાત થઈ જે તેને રાજગૃહમાં મળ્યા હતાં. આ પાંચે પરિવ્રરાજકો પણ સિદ્ધાર્થ સાથે તપશ્ચર્યામા જોડાય ગયાં.


🔅 ઉગ્ર તપશ્ચર્યા ને કારણે સિદ્ધાર્થ ગૌતમનું શરીર કેવું થઈ ગયું હતું?

✅ ઉગ્ર તપશ્ચર્યા ને કારણે સિદ્ધાર્થ ગૌતમનું શરીર ખૂબ જ ક્ષીણ થઈ ગયેલ હતું. જ્યારે જ્યારે સિદ્ધાર્થ પોતાના પેટ ને સ્પર્શ કરતા ત્યારે ત્યારે તેમનો હાથ તેમની પીઠને લાગતો, તેમનું પેટ અને પીઠ એકબીજા સાથે ચોંટી ગયા હતાં. આ બધું તેના અલ્પ આહારનું કારણ હતું, સિદ્ધાર્થનું શરીર એટલું દુબળુ થઈ ગયું હતું કે તે ચાલી પણ શકતા નહોતા.


🔅 છ છ વર્ષ સુધીની ઉગ્ર તપશ્ચર્યા છતાં સિદ્ધાર્થ જે પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા તે શું તેને પ્રાપ્ત થઈ શક્યું હતું?

✅ છ વર્ષની લાંબા સમય સુધીની દેહદમન યુક્ત ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં સિદ્ધાર્થને કોઈ નવો પ્રકાશ જોવા મળ્યો નહોતો. સંસારમાં જે દુઃખોની સમસ્યા છે અને જેના પર સિદ્ધાર્થ નું મન કેન્દ્રિત હતું તે સમસ્યાનુ નિવારણ તેને જોવા મળ્યું નહોતું.


🔅 દેહદમન યુક્ત ઉગ્ર તપશ્ચર્યા દરમ્યાન સિદ્ધાર્થ ગૌતમને કેવા કેવાં વિચારો આવવાં લાગ્યા?

✅ આ દેહદમન યુક્ત ઉગ્ર તપશ્ચર્યા તે ન તો સ્વવિજયનો માર્ગ છે, કે ન તો પૂર્ણ રીતે બોધ પ્રાપ્ત કરવાનો માર્ગ છે, તેમજ તે ન તો નિર્વાણ નો માર્ગ છે. કેટલાક લોકો સંસારનાં સુખભોગ ને માટે કષ્ટ ઉઠાવે છે. દરેક વ્યક્તિ આશાના ચક્કરમાં પડી પોતાના ઉદેશ ને પ્રાપ્ત ન થતાં સુ:ખને શોધે છે અને દુઃખના ખાડામાં જઈ પડે છે.


🔅 સિદ્ધાર્થ ગૌતમને ખુદને પ્રશ્ન થાય છે, કે શું શરીરનું વધારે ને વધારે ઉત્તપીડન એ ધર્મ હોય શકે?

✅ 'મન'ની પ્રેરણા થી જ શરીર કાર્ય કરે છે અને મન ની પ્રેરણા થી જ શરીર કાર્ય કરવા થી અલિપ્ત રહે છે એટલા માટે 'મન'ની સાધના જ યોગ્ય છે. જેના શરીરનું બળ જતુ રહ્યુ હોય, જે ભૂખ અને તરસ થી વ્યાકુળ હોય, જેનું મન થાકને લીધે એકાગ્ર અને શાંત નથી એવા વ્યક્તિ ને ક્યારેય નવું જ્ઞાન, નવો પ્રકાશ પ્રાપ્ત ના થઇ શકે.


 બોધીજ્ઞાન પ્રાપ્તિ અને ગૌતમ બુદ્ધ વિશે માહિતી


🔅 સિદ્ધાર્થ ગૌતમે ઉદ્દેશ પ્રાપ્તી માટે કયો માર્ગ પસંદ કરવાનો નિશ્ચય કર્યો?

✅ દેહદમન યુક્ત ઉગ્ર તપશ્ચર્યા નો માર્ગ છોડી મનને શાંત અને એકાગ્ર કરવાના માર્ગે જવાનો નિર્ણય કર્યો.


🔅 સુજાતા કોણ હતી?

✅ સુજાતા ઉરૂવેલાનાં ગૃહપતી ની પુત્રી હતી.


🔅સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ જે સમયે ઉરૂવેલામા ઉગ્ર તપશ્ચર્યા કરી રહ્યા હતા તે સમયે કોણે વૃક્ષની માનતા માની રાખી હતી?

✅ ઉરૂવેલામાં સેનાની નામનો ગૃહપતિ રહેતો હતો અને તેની દીકરીનું નામ સુજાતા હતું. આ સુજાતાએ એક વૃક્ષની માનતા માની રાખી હતી, કે જો મને પુત્રલાભ થશે, તો હું દરવર્ષે વૃક્ષદેવને ભેંટ ચડાવીશ.


🔅 સુજાતા ની દાસીનું નામ શું હતું?

✅ પૂર્ણા


🔅 સિદ્ધાર્થ ગૌતમને પીપળાનાં વૃક્ષ નીચે બેઠા જોઈ દાસી પૂર્ણાએ શું વિચાર્યું?

✅ આ એજ વૃક્ષદેવતા છે જે સ્વયં વૃક્ષ ઉપર થી નીચે આવીને બેસી ગયા લાગે છે. જે દેવતાની માનતા સુજાતાએ માનેલ છે તે દેવતા આ જ છે. પૂર્ણાએ ઘરે જઇ આ બાબતની જાણ સુજાતાને કરી.


🔅 દાસી પૂર્ણા પાસે થી વૃક્ષદેવતા વિશે વાત જાણી સુજાતાએ શું કર્યું?

✅ સુજાતા ને પુત્રલાભ થયેલ હતો, તેણે માનેલી માનતા પૂર્ણ થયેલ હતી, તેથી તેને લાગ્યું કે સ્વયં વૃક્ષદેવતાં સાક્ષાત આવ્યા છે. સુજાતા સ્વયં સિદ્ધાર્થ ગૌતમ પાસે ગઈ અને પોતે બનાવેલી 'ખીર' સોનાનાં પાત્રમાં અર્પણ કરી.


🔅 સુજાતા દ્વારા આપવામાં આવેલ 'ખીર' નું સિદ્ધાર્થ ગૌતમે શું કર્યું?

✅ સિદ્ધાર્થ ગૌતમે નિરંજના નદીનાં સુપ્રતિઠ્ઠીત નામનાં ઘાટે જઇ સ્નાન કર્યું અને ત્યારબાદ સુજાતા દ્વારા સ્વર્ણપાત્રમાં આપવામાં આવેલ ખીર નું ભોજન ગ્રહણ કર્યું. આ રીતે તેમની દેહદમન યુક્ત તપશ્ચર્યાનો અંત આવ્યો.


🔅 સિદ્ધાર્થ ગૌતમે ભોજન ગ્રહણ કરવાથી તેમની સાથેના પાંચ પરિવરાજકો એ શું કર્યું?

✅ જે પાંચ પરિવરાજકો સિદ્ધાર્થ ગૌતમ ની સાથે હતા તેઓ નારાજ થઈ ગયા કારણ કે સિદ્ધાર્થ ગૌતમે તપસ્વી અને સ્વપીડનના જીવન નો માર્ગ છોડી દીધો હતો, તેથી તેઓ સિદ્ધાર્થ ને છોડીને ત્યાથી ચાલ્યા ગયાં.


🔅 સિદ્ધાર્થ ગૌતમને સુજાતા દ્વારા પ્રાપ્ત ભોજન થી શું થયું?

✅ એક નવી શક્તિ, નવી ઉર્જા પ્રાપ્ત થઈ. તેને લાગ્યું કે બોધી પ્રાપ્ત થશે જ. આ રીતે વિચારીને સિદ્ધાર્થ ઉરૂવેલા છોડીને આગળ વધ્યા.


🔅 ઉરૂવેલા છોડી સિદ્ધાર્થ ગૌતમે શું કર્યું?

✅ ગયા પહોંચી પૂર્વ દિશા પસંદ કરી પીપળાનાં વૃક્ષ નીચે સીધુ પદ્માશન લગાવી બેસી ગયા અને 'બોધી' (પૂર્ણ જ્ઞાન) પ્રાપ્ત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો.


🔅 સિદ્ધાર્થ ગૌતમના બોધી પ્રાપ્ત કરવાના દ્રઢ સંકલ્પ થી કોણ જાગ્રત થઈ ગયા?

✅ ગજરાજ સમાન તેજસ્વી એવા 'કાળ નામનાં નાગરાજ' અને તેની 'સ્વર્ણપ્રભા' નામની પત્ની પીપળાનાં વૃક્ષ નીચે આસનસ્થ સિદ્ધાર્થ ગૌતમનાં દર્શન થી જાગ્રત થઈ ગયા હતા.


🔅 કાળ નાગરાજ અને સ્વર્ણપ્રભા રાણીને સિદ્ધાર્થના દર્શન થી કેવા વિચારો આવ્યા અને તે બંનેએ કેવી પ્રાર્થના કરી?

✅ આ બંનેને વિશ્વાસ હતો કે સિદ્ધાર્થ ગૌતમને નિશ્ચિતપણે પૂર્ણજ્ઞાન પ્રાપ્ત થશે જ. તેઓએ સ્તુતિ કરતા કહ્યું - હે ગૌતમ! તમારા પગ નીચે દબાયેલી પૃથ્વી વારંવાર ગુંજાયમાન થઈ રહી છે, તમે સૂર્યસમાન તેજસ્વી છો, અમને વિશ્વાસ છે કે આપ' પૂર્ણજ્ઞાન' પ્રાપ્ત કરશો.

      આકાશમા મંદમંદ પવન વાય રહ્યો છે, આકાશમાં વિહરતા પક્ષીઓ પણ તમને વંદન કરી રહ્યા છે. હે કમલાક્ષ! તમે ચોક્કસ તમારા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરશો.


🔅 બોધી(પૂર્ણજ્ઞાન) પ્રાપ્તિ માટે ધ્યાન કરવાનાં સમયે સિદ્ધાર્થ ગૌતમે કેટલું ભોજન એકઠું કરી રાખેલ હતું?

✅ ચાલીસ દિવસ સુધી ચાલે તેટલું ભોજન એકઠું કરી રાખેલ હતું.


🔅 બોધીજ્ઞાન પ્રાપ્તિ માટે સિદ્ધાર્થને કેટલા સપ્તાહ સુધી ધ્યાનમગ્ન રહેવું પડેલ અને અંતિમ અવસ્થા સુધી પહોંચવા માટે કેટલી અવસ્થાઓ પાર કરવી પડેલ?

✅ ચાર સપ્તાહ સુધી એકધારા ધ્યાનમગ્ન રહેવું  પડેલ અને અંતિમ અવસ્થા સુધી પહોંચવા માટે ચાર અવસ્થાઓ પાર કરવી પડેલ હતી.


🔅 ધ્યાન દ્વારા સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધનું મન જ્યારે એકાગ્ર, પવીત્ર, નિર્દોષ, કુશળ, સુકોમળ, દ્રઢ અને સર્વથા રાગરહીત થઈ ગયું ત્યારે તેમણે પોતાનું સમગ્ર ધ્યાન કઇ સમસ્યાને હલ કરવા માટે લગાવ્યું જે તેમને પરેશાન કરી રહી હતી?

✅ બે સમસ્યાઓ પર લગાવ્યું પહેલી સમસ્યા એ હતી કે સંસારમાં દુઃખ છે અને બીજી સમસ્યા એ હતી કે આ દુઃખનો અંત કેવીરીતે કરવામાં આવે અને મનુષ્ય ને સુખી કેવીરીતે બનાવવામાં આવે.


🔅 આ રીતે ચાર સપ્તાહ સુધી એકધારા ચિંતન કરતાં ધ્યાનમગ્ન રહેવાથી શું થયું?

✅ અંધકાર વિલીન થયો અને પ્રકાશ પ્રકટ થયો, અવિદ્યાનો નાશ થયો, જ્ઞાન અસ્તિત્વમાં આવ્યું અને એક નવો માર્ગ જોવા મળ્યો.


સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ અને ગૌતમ બુદ્ધનુ જીવન વિશેની વધુ માહિતી જાણવા માટે


✦ અન્ય જરૂરી માહિતી

❋  ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ

❋  ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર । બુદ્ધ અને તેમનો ધમ્મ 

❋  ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી

❋  બુદ્ધ અને તેમનો ધમ્મ । ગૌતમ બુદ્ધના ઉપદેશ

Powered by Blogger.