ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી

 ગૌતમ બુદ્ધનુ જીવન, ગૌતમ બુદ્ધ નગર અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી બુદ્ધ અને તેમનો ધમ્મ  પુસ્તક માંથી .



 બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ નગર


🔅 ઈસા. પૂર્વ છઠ્ઠી શતાબ્દીમાં ઉત્તર ભારતના રાજયોમાં એક રાજાનો અધિકાર હોય તેવા રાજ્યો અને તેની સંખ્યા કેટલી હતી?

➥ કોઇ એક રાજાનો અધિકાર હોય તેવા રાજ્યો ૧૬ હતાં અને તેને જનપદ કહેવામાં આવતા હતા. જેના નામ અંગ, મગઘ, કાશી, કૌશલ, વજ્જિ, મલ્લ, ચેદી, વત્સ, કુરૂ, પંચાલ, મત્સ્ય, સૌરસેન, અષ્મક, અવંતી, ગાંધાર તથા કંબોજ હતાં.


🔅જે રાજયો પર કોઈ એક રાજાનો અધીકાર નહોતો તેવા રાજ્યોની સંખ્યા અને તે કઇ રીતે ઓળખાતા?

✅ આવા રાજ્યોને ગણ રાજય અથવા સંઘરાજય કહેવામાં આવતા અને તેની સંખ્યા ૯ હતી. તે રાજયોના નામ કપિલવસ્તુ, પાવા, કુશીનારા, વૈશાલી, મીથીલા, રામગામ, અલ્લકપ, કેસપૂત તથા કલિંગ હતાં.


🔅ઈસા. પૂર્વ છઠ્ઠી શતાબ્દીના ઉત્તર ભારતનાં સંઘ/ગણ રાજ્યોની પ્રજાને કઈ રીતે ઓળખવામાં આવતી?

✅ કપિલવસ્તુમાં શાકય, પાવા તથા કુશીનારામા મલ્લ, વૈશાલીમા લિચ્છવી, મીથીલામા વિદેહી, રામગામમા કોળી, અલ્લકપ્પમા બુલિ, કેસપુતમા કાલામ, કલિંગ અને પિપ્પલવનમા મૌર્ય અને ભગ તરીકે ઓળખાતા હતા.


🔅કપિલવસ્તુ રાજયમાં જયસેન નામનો શાકય રહેતો હતો તેના પુત્રનું નામ સિંહ-હનું હતું, સિંહ-હનુનાં દીકરા-દીકરીઓના નામ શું હતાં?

✅ દિકરાઓના નામ શુદ્ધોદન, ધૌતોદન, શુકલોદન, શાકયોદન તથા અમીતોદન અને દીકરીઓ અમીતા અને પ્રમિતા હતાં.


🔅 શુદ્ધોદન ને કેટલી પત્નીઓ હતી?

✅ શુદ્ધોદન ને બે પત્નીઓ હતી, જેઓનું નામ મહામાયા અને મહાપ્રજાપતિ હતું


🔅 શાકય રાજયના લોકો અષાઢ મહિનામાં એક ઉત્સવ મનાવતા તે ઉત્સવનું નામ?

✅ વપ્રમંગલ ઉત્સવ હતું, તે ઉત્સવ સાત દિવસ સુધી ચાલતો.


🔅 શુદ્ધોદનની પત્ની અને સિદ્ધાર્થ ગૌતમની માતા મહામાયાના પિયરનું નામ?

✅ દેવદહ રામગામ રાજ્ય નેપાળ


 ગૌતમ બુદ્ધનુ જીવન (બાળપણ)


🔅 સિદ્ધાર્થ ગૌતમ નો જન્મ કયાં થયો હતો ?

✅ લુમ્બિની (કપિલવસ્તુ) નેપાળમાં ઈસા. પૂર્વ ૫૬૩ વૈશાખ પૂર્ણિમાનાં દીવસે શાલઉદ્યાનમા શાલવૃક્ષ નીચે.


🔅 સિદ્ધાર્થ ગૌતમ વિષે ભવિષ્યવાણી(આગાહી) કરનાર ઋષિ નું નામ શુ હતું?

✅ અસિતઋષિ


🔅 અસિતઋષિએ બાળક સિદ્ધાર્થ વિષે કેવી ભવિષ્યવાણી કરેલી?

✅ અસિતઋષિએ બાળક સિદ્ધાર્થને હાથમાં લઈ જોયું તો બાળક બત્રીસમહાપુરૂષ લક્ષણો અને એંસી વ્યંજનો થી યુક્ત હતો. બાળક સિદ્ધાર્થનું શરીર તેજોમંડળ યુક્ત દિવ્યતા થી ભરેલું અને પ્રદીપ્ત હતું.

       નિઃસંદેહ આ અદભૂત બાળક છે, તે આ બે ગતિઓ માંથી કોઈ એક ગતિને પ્રાપ્ત થશે, જો તે ગૃહસ્થ રહેશે તો, તે ચક્રવર્તી રાજા થશે અને જો તે ગૃહત્યાગ કરી પ્રવ્રજીત થશે તો તે સમ્યક સમ્મબુદ્ધ થશે.


🔅 અસિતઋષિના ભાણેજનું નામ શું હતું?

✅ નરદત્ત.


🔅 અસિતઋષિએ તેના ભાણેજ નરદત્તને શુ કહ્યું હતું?

✅ નરદત્ત! જ્યારે પણ તને એવું જાણવા મળે કે આ બાળક સિદ્ધાર્થ મોટો થઈ બુદ્ધ થઇ ગયો છે, ત્યારે તું તેમની પાસે ત્યાં જઈને શરણ ગ્રહણ કરી લેજે, આવું કરવું તે તારા સુખ, કલ્યાણ અને પ્રસન્નતા માટે હશે.


🔅 જયારે બાળક સિદ્ધાર્થ ગૌતમને જન્મ આપનાર તેની 'માં' મહામાયા નું મૃત્યુ થયું ત્યારે તેની ઉમર કેટલી હતી?

✅ સિદ્ધાર્થને જન્મ આપનાર તેની 'માં' મહામાયાનું મૃત્યુ થયું ત્યારે સિદ્ધાર્થની ઉમર ફક્ત સાત દિવસની જ હતી.


🔅 શુદ્ધોદન દ્વારા મહાપ્રજાપતિ થી ઉત્તપન્ન બાળક એવા સિદ્ધાર્થ ગૌતમના નાનાભાઈ નું નામ શું હતું?

✅ નંદ.


🔅 આનંદ કોનો પુત્ર હતો અને સિદ્ધાર્થ ગૌતમ સાથે તેનો શું સંબંધ હતો?

✅ આનંદ સિદ્ધાર્થના કાકા અમીતોદન નો પુત્ર હતો અને તે સિદ્ધાર્થને કાકાનો દીકરો ભાઈ થતો.


🔅 દેવદત્ત કોણ હતો?

✅ દેવદત્ત સિદ્ધાર્થ ગૌતમની ફઇ અમીતાનો પુત્ર હતો.


🔅 સિદ્ધાર્થ ગૌતમના શિક્ષણ ની શરૂઆત કેટલા વર્ષે થઈ?

✅ સિદ્ધાર્થ ગૌતમની વય(ઉમર) આઠ વર્ષની થઈ ત્યારે તેના શિક્ષણ ની શરૂઆત થઈ.


🔅 બાળપણમાં સિદ્ધાર્થ ને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવ્યું હતું?

✅ ભાષાશાસ્ત્ર, વ્યાકરણ, વેદ-વેદાંત, ઉપનિષદો, દરેકપ્રકારના દર્શનશાસ્ત્ર તદ્ઉપરાંત ચિત્ત(મન)ને એકાગ્ર કરવા માટેનો સમાધિ માર્ગ પણ શીખવાડ્વામાં આવ્યો હતો અને તેને એક ક્ષત્રિયને યોગ્ય સૈનિક શિક્ષણ એટલેકે યુદ્ધકળાનું શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.


🔅 સિદ્ધાર્થ ગૌતમ બચપણથી કેવા સ્વભાવનો હતો?

✅ સિદ્ધાર્થ ગૌતમનો સ્વભાવ બચપણથી જ મહાકારૂણીક હતો, એક મનુષ્ય બીજા મનુષ્યનું શોષણ કરે તે તેને સારૂં ના લાગતું. 

     સિદ્ધાર્થ એક રાજકુમાર અને વિદ્વાન હતો છતાં પણ તેને શરીર શ્રમ થી સુગ નહોતી.

      સિદ્ધાર્થ યુદ્ધવિદ્યામા નિપુણ હતો, શસ્ત્રોનો પ્રયોગ કરવાનું શિક્ષણ મળેલ હતું પરંતુ તે કોઈ પણ પ્રાણીને અનાવશ્યક કષ્ટ આપવા નહોતો ઈચ્છતો.


🔅 સારનાથ ઋષિપતનમાં બુદ્ધનો છઠ્ઠો શિષ્ય કોણ બન્યો?

✅ વારાણસીનો 'યશ' નામનો એક ગૃહપતી પુત્ર.


🔅 'યશ'ના ચાર મિત્રો જે વારાણસીનાં જ ધનિક પરિવારના પુત્રો હતાં અને જેઓએ પણ ધમ્મ દિક્ષા લીધી હતી, તેઓનાં નામ શું હતાં?

✅ વિમલ, સુબાહુ, પૂર્ણજીત અને ગ્વામ્પતી.


🔅 વારાણસીનાં શિક્ષિત અને અત્યંત ધાર્મીક એવા કાશ્યપ પરિવારના ત્રણ ભાઈઓ ના નામ શું હતાં?

✅ ઉરૂવેલા કાશ્યપ, નદી કાશ્યપ અને ગયા કાશ્યપ હતાં.


🔅 આ ત્રણે ભાઈઓ કોની પૂજા કરતા હતા?

✅ અગ્નિની. જેથી તેઓને અગ્નિહોત્રી પણ કહેવામાં આવતાં હતાં.


🔅 ત્રણે ભાઈઓ પાસે કેટલાં કેટલાં શિષ્યો હતાં?

✅ ઉરૂવેલ કાશ્યપ પાસે પાંચસો, નદીકાશ્યપ પાસે ત્રણસો અને ગયા કાશ્યપ પાસે બસ્સો જટાધારી શિષ્યો હતા.


🔅 અર્હત કોને કહેવામાં આવે છે?

✅ અષ્ટાંગીક માર્ગનું પાલન કરવામાં બાધક એવા તમામ પ્રકારના મનોવિકારોને જેણે જીતી લીધા છે, તેને અર્હત કહેવાય છે.


ગૌતમ બુદ્ધ વિશે 


🔅 સંસારના દુઃખ અને શોકનું કારણ કઇ ત્રણ વસ્તુઓ છે?

✅ કામ, ક્રોધ અને અવિદ્યા.


🔅 ત્રણે કાશ્યપ બંધુઓએ બુદ્ધનો ઉપદેશ સાંભળીને શું કર્યું?

✅ ત્રણેય કાશ્યપ બંધુઓએ બુદ્ધનાં ધમ્મનો સ્વીકાર કર્યો અને બુદ્ધના અનુયાયી બની ગયા.


🔅 સંજય નામનો એક પ્રસિદ્ધ પરિવ્રજક તેના અઢીસો શિષ્યો સાથે રાજગૃહમાં રહેતો હતો તેની સાથે બે બ્રાહ્મણ શિષ્યો પણ હતાં તેઓના નામ શું હતા?

✅ સારીપુત્ર અને મોગલાયન.


🔅 સારીપુત્ર અને મોગલાયન કોનાં શિક્ષણ થી સંતુષ્ટ નહોતા?

✅ પરિવ્રજક સંજયના શિક્ષણ થી સંતુષ્ટ નહોતાં.


🔅 સારીપુત્ર અને મોગલાયન ને દૂરથી આવતા જોઈ બુદ્ધે ભીક્ષુઓ ને શું કહ્યું?

✅ ભીક્ષુઓ આ જે બન્ને મીત્રો ચાલ્યા આવે છે તે બન્ને મારા મુખ્ય અને શ્રેષ્ઠ શ્રાવક યુગલ હશે.


🔅 સારીપુત્ર અને મોગલાયન બન્નેએ તથાગત બુદ્ધના ચરણોમાં માથું ઝુકાવી  શું પ્રાર્થના કરી?

✅ હે તથાગત! અમને બન્નેને શિષ્યગણ સહિત આપની પાસે થી પ્રવ્રજ્યા, ઉપસંપદા મળે.

      તથાગત બુદ્ધે પ્રવ્રજ્યા માટેના શબ્દો કહ્યા - એહી ભીકખવે! (ભિક્ષુઓ આવો) અને આ રીતે તેની સાથેના અઢીસો જટાધારીઓ  સાથે સારીપુત્ર અને મોગલાયન બુદ્ધના શિષ્યો બની ગયા.


🔅 સુદત્ત કોણ હતો?

✅ સુદત્ત કોશલ રાજ્યની રાજધાની શ્રાવસ્તી નો એક નાગરિક અને રાજા પ્રસેનજીતનો ખજાનચી હતો.


🔅 સુંદતનું નામ અનાથપિંડક કઇ રીતે પડ્યું હતું?

✅ સુદત્ત ગરીબોને ખૂબ જ દાન આપતો હતો, જેથી તેમનું નામ અનાથપિંડક પડી ગયું હતું.


🔅 સુદત્ત(અનાથપિંડક) ના વિવાહ કોની સાથે થયા હતાં?

✅ મગધ નરેશ બિંબિસાર ના ખજાનચી ની બહેન સાથે.


🔅 સમગ્ર સંસાર કઈ રીતે ચાલે છે?

✅ સમગ્ર સંસાર "પ્રતિત્ય સમુત્પાદ" એટલેકે કાર્યકારણના નિયમ થી ચાલે છે.


🔅 પ્રતિત્ય સમુત્પાદ નો નીયમ સમજાવતા બુદ્ધ સુંદત્તને શું કહે છે?

✅ સમગ્ર સંસાર 'પ્રતિત્ય સમુત્પાદ' એટલેકે કાર્યકારણના નીયમ થી બંધાયેલો છે. માટે આપણે ઈશ્વર અને ઈશ્વરને પ્રાર્થના કરવા સબંધી મિથ્યા ધારણા ઓ નો ત્યાગ કરીયે. આપણે આત્મા અને આત્માર્થ થી મુક્ત થઈએ કેમકે દરેક વસ્તુઓ સહેતુક છે. માટે આપણે સારા કર્મો કરીયે જેથી તેનું પરિણામ પણ સારૂં જ હોય.


🔅 જીવક જન્મ થી કોનો પુત્ર હતો?

✅ જીવક જન્મ થી મગધ રાજ્યની રાજધાની રાજગૃહ ની એક વેશ્યા શાલવતીનો પુત્ર હતો.


🔅 જીવક નામ કઈ રીતે પડ્યું?

✅ અવૈધ સંતાન હોવાથી એક ટોપલામાં નાખી કચરાના ઢગલા પર ફેંકી દેવામાં આવ્યો હતો. લોકો તેને જોઈ રહ્યા હતા તે દરમ્યાન રાજકુમાર અભય ત્યાં થી નીકળ્યા, રાજકુમારે લોકોને પૂછ્યું એટલે લોકોએ બતાવ્યું આ જીવિત છે. જેથી તેનું નામ જીવક પડી ગયું.


🔅 જીવકે શાનો અભ્યાસ કર્યો હતો?

✅ તક્ષશિલા વિશ્વ વિદ્યાલયમાં સાતવર્ષ સુધી શલ્યચિકિત્સામાં અભ્યાસ કર્યો હતો.


🔅 અભય કોણ હતો?

✅ અભય મગધ રાજ્ય ના રાજા બિંબિસાર નો પુત્ર હતો.


🔅 અજાતશત્રુ કોણ હતો?

✅ અજાતશત્રુ મગધ નરેશ બિંબિસાર નો પુત્ર હતો.


🔅 રઠપાલ કોણ હતો?

✅ રઠપાલ કુરૂ રાજ્યના થુલ્લકોટ્ટીત નગરનાં એક શ્રેષ્ઠ કુળમાં જન્મેલો યુવાન હતો. તેણે તથાગત બુદ્ધ પાસેથી પ્રવ્રજયા અને ઉપસંપદા પ્રાપ્ત કરી હતી.


🔅 કુરૂરાજાએ રઠપાલને સંસારમાં પરત આવવાં માટે સમજાવ્યો ત્યારે રઠપાલે શું જવાબ આપ્યો?

✅ રાજન! હું ઘરથી બેઘર એટલા માટે થયો છું કારણકે મેં ચાર વાતો સમ્યક સંબુદ્ધ પાસેથી સાંભળી છે. સંસાર અનિત્ય અને નિરંતર પરિવર્તનશીલ છે, સંસાર નો કોઈ માલિક કે સંરક્ષક નથી, આપણું કોઈ નથી અને બધું જ પાછળ છોડીને એકને એક દિવસ જતા રહેવાનું છે તેમજ તૃષ્ણા ને વશીભૂત થવા થી જ સંસારમાં દુઃખ છે.


🔅 સિદ્ધાર્થ ગૌતમના કાકાના દીકરા ભાઈ અનુરુદ્ધે ગૃહત્યાગ નો જે સમયે સંકલ્પ કર્યો તે સમયે શાકય રાજ્ય પર શાસન કોણ કરતું હતું?

✅ ભદીય શાકય શાસન કરતો હતો.


🔅 ઉપાલી કોણ હતો?

✅ ઉપાલી શાકય રાજ્યના કપિલવસ્તુ નો નાઈ(વાણંદ) હતો.


🔅 સુણીત કોણ હતો?

✅ સુણીત મગધ રાજ્યના રાજગૃહ નો એક અછૂત મહેતર (ભંગી) હતો.


🔅 સોપાક કોણ હતો?

✅ સોપાક શ્રાવસ્તી નો એક મા વગરનો અછૂત બાળક હતો.


🔅 સુપ્પીય કોણ હતો?

✅ સુપ્પીય શ્રાવસ્તીના સ્મશાનના રખેવાળનો પુત્ર હતો.


🔅 સુમંગળ કોણ હતો?

✅ સુમંગળ શ્રાવસ્તી નો એક ખેડૂત હતો.


🔅 ધનીય કોણ હતો?

✅ ધનીય રાજગૃહ નો એક કુંભાર હતો.


🔅 સુપ્રબુદ્ધ કોણ હતો?

✅ સુપ્રબુદ્ધ રાજગૃહ નો એક કુષ્ટરોગી હતો.


🔅 નિચલા સ્તરના લોકોમાં બુદ્ધે કોને-કોને ધમ્મદિક્ષા આપી હતી?

✅ ઉપાલી નાઈ, સુણીત મહેતર, અછૂત સોપાક, સુપ્પીય, આદિવાસી છન્ન, ખેડૂત સુમંગળ, કુંભાર ધનીય, કપ્તરકુર(ચીંથડા ચાવલ) અને કુષ્ટરોગી સુપ્રબુદ્ધ વગેરે ને ધમ્મદિક્ષા આપેલ હતી.


🔅 સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધની માસી અને પાલક માતા મહાપ્રજાપતી ગૌતમીએ પ્રવ્રજયા ઉપસંપદા ગ્રહણ તેની સાથે કોણે કોણે પ્રવ્રજયા ગ્રહણ કરી હતી?

✅ પાંચસો શાકયસ્ત્રીઓ અને યશોધરાએ પ્રવ્રજયા ઉપસંપદા ગ્રહણ કરી હતી.


🔅 પ્રકૃતી કોણ હતી?

✅ પ્રકૃતી શ્રાવસ્તી ની ચાંડાળીકા માતંગીની પુત્રી હતી.


🔅 અંગુલીમાલ કોણ હતો?

✅ કોશલ રાજ્યના રાજા પ્રસેનજીત ના રાજયમાં રહેતો એક ડાકુ(લૂંટારો) હતો.


🔅 અંગુલીમાલ નું મૂળ નામ શું હતું?

✅ અહિંસક હતું.


🔅 અંગુલીમાલનું નામ અંગુલીમાલ કેવીરીતે પડયું હતું?

✅ તે જે કોઈ વ્યક્તિની હત્યા કરતો, તે વ્યક્તિની આંગળી કાપી માળામાં પરોવી પહેરી લેતો. જેથી તેનું નામ અંગુલીમાલ પડી ગયું હતું.


🔅 અંગુલીમાલના માતા-પિતાનું ગોત્ર ક્યુ હતું?

✅ અંગુલીમાલના પિતા ગાર્ગય અને માતા મૈત્રાયણી હતી.


🔅 પ્રથમ ધમ્મસંગતી ક્યારે અને ક્યાં થઈ હતી?

✅ બુદ્ધનાં મહાપરિનિર્વાણ બાદ મહાકાશ્યપના અધ્યક્ષ સ્થાને મગધ રાજ્યના રાજગૃહમાં પ્રથમવાર ધમ્મસંગતી થયેલ હતી.


✦ અન્ય જરૂરી માહિતી

❋  ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ

❋  ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર । બુદ્ધ અને તેમનો ધમ્મ 

❋  ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી

❋  બુદ્ધ અને તેમનો ધમ્મ । ગૌતમ બુદ્ધના ઉપદેશ

Powered by Blogger.