બુદ્ધ અને તેમનો ધમ્મ | બુદ્ધ ધર્મ । ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધના ઉપદેશ

બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તકના લેખક ડૉ. બાબાસાહેબ આંબેડકર છે. જેમા ગૌતમ બુદ્ધનુ જીવન, ગૌતમ બુદ્ધના ઉપદેશ અને બુદ્ધ ધમ્મ (બુદ્ધ ધર્મ) વિશે માહિતી આવેલ છે.

બુદ્ધ અને તેમનો ધમ્મ



 👌 ગૌતમ બુદ્ધના ઉપદેશ


🔅 નીજાત(મુક્તિ) નો અર્થ સમજાવો?

✅ હઝરત મુહમ્મદ તથા ઈસામસીહને માટે નિજાત નો અર્થ છે પયગંબર ની મદયસ્થાને લીધે રુહ(આત્મા)નું નર્કમાં જવાથી બચી જવું.


🔅 બુદ્ધને માટે નિર્વાણ (મુક્તિ)નો અર્થ શું છે?

✅ મુક્તિ નો અર્થ છે નિર્વાણ અને નિર્વાણ નો અર્થ છે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ અને મોહ ની આગ બુઝાઈ જવી. તૃષ્ણાઓ પર નિયંત્રણ. નિર્દોષ જીવન નું જ બીજું નામ નિર્વાણ છે.


🔅 પરીનિર્વાણ એટલે શું?

✅ જ્યારે શરીર ના મહાભૂતો વિખેરાઈ જાય છે, જયારે તમામ સંજ્ઞાઓ રોકાય જાય છે, જ્યારે તમામ પ્રકારની વેદનાઓ નો નાશ થઈ જાય છે, જ્યારે દરેક પ્રકારની ક્રિયા-પ્રક્રિયા બંદ થઈ જાય છે અને જ્યારે ચેતના એકદમ જતી રહે છે ત્યારે પરીનિર્વાણ થાય છે. આ રીતે પરીનિર્વાણ નો અર્થ છે સંપૂર્ણ રીતે બુઝાઈ જવું.


🔅 શું બુદ્ધે કોઈ સામાજિક સંદેશ આપ્યો છે કે નહીં?

✅ બુદ્ધે ન્યાય, મૈત્રી, સ્વતંત્રતા, સમાનતા, ભાતૃભાવ, શાંતિ અને અહિંસા નો સંદેશ આપ્યો છે.


🔅 બુદ્ધે ધમ્મને સમજાવવા માટે ધમ્મનું વર્ગીકરણ કઈ રીતે કર્યું?

✅ બુદ્ધે તેમના ધમ્મને સમજાવા માટે ત્રણ રીતે અલગ અલગ વર્ગીકરણ કર્યું. ધમ્મ, અધમ્મ અને સદ્દઘમ્મ.


🔅 બુદ્ધે જે વાતનો સ્વીકાર કર્યો તે વાતો કઈ કઈ હતી?

✅ "મન" દરેક વસ્તુનું કેન્દ્રબિંદુ છે.

       મન દરેક પ્રવૃત્તિઓ નું પૂર્વગામી છે.

       મન જ તેના પર પ્રભાવ પાડે છે, તે તેને ઉત્તપન્ન કરે છે. જો મનને કાબુમાં કરી લેવામાં આવે, તો દરેક પ્રવૃત્તિઓ કાબુમાં થઈ જાય છે.

        'મન' જ તમામ કુશળતા અને અકુશળતાઓ નો સ્ત્રોત છે, જે આપણી અંદર ઉત્તપન્ન થાય છે અને જેનો આપણે શિકાર  બનીએ છીએ.

        વ્યક્તિએ દરેક પ્રકારના પાપકર્મો થી બચવું જોઈએ.

        ધર્મ ધાર્મિક ગ્રંથોના પાઠ કરવામાં નથી પરંતુ ધાર્મિક જીવન જીવવામાં છે



 👌 બુદ્ધ અને તેમનો ધમ્મ વિશે સંક્ષિપ્ત માહિતી


🔅 ધમ્મ શું છે?

✅ જીવનની પવિત્રતા બનાવી રાખવી ધમ્મ છે. જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરવી ધમ્મ છે. નિર્વાણમા રહેવું ધમ્મ છે. તૃષ્ણા નો ત્યાગ કરવો ધમ્મ છે. એવુ માનવું કે દરેક પદાર્થ અનિત્ય છે. કર્મ ને માનવ જીવન વ્યવસ્થાના નૈતિક સાધન માનવા ધમ્મ છે. બુદ્ધ અને તેમનો ધમ્મ .


🔅 અધમ્મ શું છે?

✅ પરાપ્રાકૃતિક એટલે કે જે પ્રાકૃતિક નથી એવું. જેમ કે બ્રહ્મ, ઇશ્વર, આત્મા, યજ્ઞ(બલિકર્મ), નિરાધાર કલ્પના, ભાગ્ય, નશીબ વગેરેમા વિશ્વાસ કરવો એ અધમ્મ છે.


🔅 બુદ્ધ ધમ્મનો 'કર્મ સિદ્ધાંત' અથવા 'હેતુ-વાદ' એટલે શું?

✅ દરેક ઘટનાઓ ઘટવાનું કોઈ ને કોઈ કારણ હોય છે એટલું જ નહીં પરંતુ એ કારણ કોઈને કોઈ માનવીય અથવા પ્રાકૃતિક કારણ હોય છે.


🔅 નિષ્કલંક કોને કહેવાય છે?

✅ જે વ્યક્તિ શરીર, વાણી અને મન થી પવિત્ર છે. જે નિષ્પાપ, સ્વચ્છ અને પવિત્રતા થી યુક્ત છે. તેને લોકો નિષ્કલંક કહે છે.


🔅 સદ્દઘમ્મ શું છે?

✅ મન ના મેલ ને દૂર કરી મન ને નિર્મળ બનાવવું, સંસાર ને ધમ્મ રાજ્ય બનાવવું, પ્રજ્ઞામા વૃદ્ધિ કરવી, દરેક વ્યક્તિને માટે જ્ઞાનના દ્વાર ખોલી દેવા, મૈત્રીમા વૃદ્ધિ કરવી, કરૂણા હોવી, સામાજિક ભેદભાવ દૂર કરવા, વ્યક્તિનું જન્મ થી નહીં કર્મ થી મૂલ્યાંકન કરવું.


🔅 આત્મવાદ અથવા શાશ્વતવાદ શું છે?

✅ આત્મવાદ કે શાશ્વતવાદ નું માનવું હતું કે શરીર થી અલગ એક આત્મા છે. આત્માનું મૃત્યુ થતુ જ નથી, એટલા માટે જીવન શાશ્વત છે અને પુનર્જન્મ દ્વારા તેનું નવીનીકરણ થતું રહે છે.


🔅 ઉચ્છેદવાદ શું છે?

✅ ઉચ્છેદવાદ નું માનવું હતું કે દરેકે દરેક વસ્તુઓ નો સંપૂર્ણ વિનાશ. મૃત્યુ બાદ કંઈ પણ ન બચવું.


🔅 શું ગૌતમ બુદ્ધ પુનર્જન્મમા માનતા હતા? કેવા પ્રકાર ના પુનર્જન્મમા માનતા હતા?

✅ હાં, 

ગૌતમ બુદ્ધના માનવા મુજબ ચાર મહાભૂતો(ભૌતિક પદાર્થો) છે, જેનાથી પ્રાણીનું શરીર બને છે, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. બ્રહ્માંડમા જે આવા જ ભૌતિક પદાર્થો સામુહિકરૂપે હાજર છે. મૃત્યુ બાદ તે ભૌતિક પદાર્થો આ ભૌતિક પદાર્થોમાં મળી જાય છે. આ વિદ્યમાન રાશિ માંથી જ્યારે આ ચારે મહાભૂતો (ભૌતિક પદાર્થો)નું પુન:મિલન થાય છે ત્યારે પુનર્જન્મ થાય છે. આ ભૌતિક પદાર્થો ને માટે એ જરૂરી નથી કે, તે ભૌતિક પદાર્થો એજ મૃત શરીરના હોય, તે અલગ અલગ મૃત શરીરના ભૌતિક અંશો પણ હોય શકે છે. શરીર નું મૃત્યુ થાય છે, પરંતુ ભૌતિક પદાર્થો સલામત રહે છે. બુદ્ધ આવા પ્રકારના પુનર્જન્મમા માનતા હતા.


🔅 મૃતદેહ અને ધ્યાની ભીક્ષુ કે જેણે સંજ્ઞા અને વેદનાં નો અવરોધ કરી નાખ્યો છે, આ બન્નેમા શું તફાવત છે?

✅ મૃતદેહમા ના કેવળ શરીર, વાણી અને મન ની ક્રિયા શાંત થઇ જાય છે, પરંતુ ચેતના એટલે કે જીવીત ઇંદ્રિ પણ નથી રહેતી, ઉષ્ણતા એટલે શરીર ની શક્તિ પણ નથી રહેતી તથા ઇન્દ્રિયો નો પણ નાસ થઈ જાય છે.

      જ્યારે ધ્યાની ભીક્ષુ ની ચેતના જળવાઈ રહે છે, ઉષ્ણતા જળવાઇ રહે છે તથા ઇન્દ્રિયો પણ જળવાઈ રહે છે. હાં, શ્વાસ-ઉચ્છવાસ બંદ થઈ જાય છે. ઇન્દ્રિઓની  વીતર્ક, વિચાર, સંજ્ઞા વગેરે ક્રીયાઓ શાંત થઇ જાય છે.


🔅 બુદ્ધના ધમ્મનો ઉદ્દેશ શું હતો?

✅ ધમ્મનું કેન્દ્રબિંદુ મનુષ્યો છે. આ પૃથ્વી પર રહેતા મનુષ્યો દુઃખી છે, દરિદ્રતા ભર્યું જીવન જીવી રહ્યા છે. ધમ્મનો ઉદ્દેશ આ દુઃખોને દૂર કરવા એજ છે.


🔅 બુદ્ધ અને તેમનો ધમ્મ માં ઉષ્ણતા એટલે શું?

✅ ઉષ્ણતા એટલે શરીર ની શક્તિ.


🔅 બુદ્ધે કેટલાક વીશિષ્ટ સ્થળોને ધમ્મ પ્રચાર માટે ના કેન્દ્રો બનાવી લીધેલ તે પૈકીના મુખ્ય બે કેન્દ્રો કયા કયા હતા?

✅ કોશલ રાજ્યનું શ્રાવસ્તી અને મગધ રાજ્યનું રાજગૃહ.


🔅 બુદ્ધે શ્રાવસ્તી ની યાત્રા કેટલી વખત કરેલી?

✅ લગભગ ૭૫ વખત.


🔅 બુદ્ધે શ્રાવસ્તીમા કેટલાં વર્ષાવાસ કરેલા?

✅ ૨૫ વર્ષાવાસ કરેલા.


🔅 બુદ્ધે રાજગૃહ ની યાત્રા કેટલી વખત કરેલી?

✅ લગભગ ૨૪ વખત.


🔅 સારીપુત્ર નો જન્મ કયાં થયુ હતો?

✅ મગધ રાજ્યના નાલક નામના ગામમાં.


🔅 સારીપુત્રએ કયા સ્થળે પરીનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું?

✅ મગધ રાજ્યના નાલક નામના ગામમાં જ્યા તેનો જન્મ થયો હતો એજ ઓરડામાં પરીનિર્વાણ પ્રાપ્ત કર્યુ હતું.


🔅 વૈશાલીમા ભિક્ષાટન બાદ ભિક્ષા ગ્રહણ કરી અને ગજરાજ ની જેમ વૈશાલી તરફ જોઈ હર્ષ સાથે આનંદને શું કહ્યું?

✅ આનંદ! આ છેલ્લી વાર તથાગત વૈશાલી ને જોઈ રહ્યા છે. 

        આ બુદ્ધ ની વૈશાલી ની અંતીમ યાત્રા હતી.


🔅 વૈશાલી થી પાવા પહોંચી બુદ્ધ કયા રોકાયા હતા?

✅ 'પાવા'મા બુદ્ધ ચુંદ નામના સોનીને ત્યાં આમ્રવનમાં રોકાણા હતા.


🔅 ચુંદ દ્વારા આપવામાં આવેલા ભોજન થી બુદ્ધને શું થયું?

✅ ચુંદ દ્વારા આપવામાં આવેલ ભોજન બુદ્ધને અનુકુળ ના પડ્યું અને તેઓ બીમાર પડી ગયા. રક્તસ્રાવ ની સાથે પેટમાં અતિશય વેદના થવા લાગી પરંતુ બુદ્ધે જેમતેમ કરી સહન કરી લીઘું.


🔅 બુદ્ધ થોડાં સ્વસ્થ થયા બાદ આનંદ ને શું કહ્યું?

✅ આનંદ! ચાલો હવે આપણે કુશીનારા જઈએ.


🔅 બુદ્ધનો છેલ્લો શ્રાવક કોણ હતો?

✅ 'સુભદ્ર' તથાગત બુદ્ધ દ્વારા દિક્ષિત અંતિમ શ્રાવક હતો.


🔅 તથાગત બુદ્ધ જ્યારે કુશીનારા પહોંચ્યા અને બે શાલ વૃક્ષો ની વચ્ચે વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે આનંદ ને બોલાવી શું કહ્યું?

✅ હે આનંદ! આ બે શાલ વૃક્ષોની વચ્ચે, આ કુશીનારા ના ઉપવનમા, રાત્રીના ત્રીજા પ્રહરમાં મારૂ પરીનિર્વાણ થઈ જશે.


🔅 બુદ્ધનું પરીનિર્વાણ ક્યારે થયું હતું?

✅ બુદ્ધનું પરીનિર્વાણ ઇસવી પૂર્વ ૪૮૩મા, વૈશાખ પૂર્ણિમા ની રાત્રે, રાત્રીના ત્રીજા પ્રહરમાં.


🔅 ગૌતમ બુદ્ધ પરીનિર્વાણ ને પ્રાપ્ત થયા ત્યારે તેઓની વય કેટલાં વર્ષ ની હતી?

✅ ૮૦ વર્ષની.


🔅 બુદ્ધના મહાપરીનિર્વાણ બાદ સાતમે દિવસે અગ્નિસ્પર્શ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો.

✅ કુશીનારા નગરની પૂર્વ તરફ, મુકુટ-બંધન સ્થળે, જયાં મલ્લો નું સ્મશાન હતું ત્યા લઇ જઇ બુદ્ધના નશ્વર દેહને અગ્નિ સ્પર્શ કરાવી દેવામાં આવ્યો હતો.


🔅 તથાગત બુદ્ધના અસ્થીઓ અને રાખનાં કેટલા ભાગ કરવામાં આવ્યા હતાં?

✅ એકસરખા આઠ ભાગ કરવામાં આવ્યા હતા.


🔅 આ આઠ ભાગનું શું કરવામાં આવ્યું હતું?

✅ બુદ્ધના અસ્થિઓ ઉપર જુદી જુદી જગ્યાએ આઠ સ્તૂપો બનાવવામાં આવ્યા હતા.


🔅 બુદ્ધે સતત કેટલા વર્ષો સુધી ઉપદેશ આપ્યો હતો?

✅ ગૌતમ બુદ્ધના ઉપદેશ ૪૫ વર્ષ.


🔅 ગૌતમ બુદ્ધ ના જીવન ની કઇ બે ઘટનાઓ એકજ તિથિયે ઘટેલી છે?

✅ જન્મ વૈશાખ પૂર્ણિમા અને પરીનિર્વાણ પણ વૈશાખ પૂર્ણિમા.


✦ અન્ય જરૂરી માહિતી

❋  ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ

❋  ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર । બુદ્ધ અને તેમનો ધમ્મ 

❋  ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી

❋  બુદ્ધ અને તેમનો ધમ્મ । ગૌતમ બુદ્ધના ઉપદેશ


બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તકના લેખક ડૉ. બાબાસાહેબ આંબેડકર છે. જેમા ગૌતમ બુદ્ધનુ જીવન અને બુદ્ધ ધમ્મ (બુદ્ધ ધર્મ) વિશે માહિતી આવેલ છે.

---------------------------------------

"બુદ્ધ અને તેમનો ધમ્મ"

"Buddha and his Dhamma"

લેખક:

બાબાસાહેબ ડૉ. આંબેડકર

Powered by Blogger.