ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર । બુદ્ધ અને તેમનો ધમ્મ 

જીવનમાં ઉતારવા લાયક ગૌતમ બુદ્ધ ના વિચારો , ગૌતમ બુદ્ધ સુવિચાર અને ગૌતમ બુદ્ધના ઉપદેશ જે જિવન જિવવાનો સાચો માર્ગ બતાવેસે. 

ગૌતમ બુદ્ધ સુવિચાર


ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર


🔅 સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કઈ વાતની શોધ કરવા ઈચ્છતા હતા?

✅ સંસારમાં દુઃખ છે આ એક એવું સંપૂર્ણ સત્ય છે તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી પરંતુ આ દુઃખને દૂર કેમ કરવું.


🔅 સિદ્ધાર્થ ગૌતમને આ બન્ને પ્રશ્નો (૧) તે એવું ક્યૂ કારણ છે (૨) તે એવો ક્યોં હેતુ છે કે જેનાં લીધે વ્યક્તિને દુઃખ ભોગવવુ પડે છે. શું આ પ્રશ્નોનાં જવાબો મળી ગયા કે?

✅ આ બન્ને પ્રશ્નોના સાચા જવાબો મળી ગયા. દુઃખ છે, તો દુઃખનું કોઈને કોઈ કારણ હોવું જ જોઈએ, દુઃખનું કારણ છે તો તે દુઃખનું નિવારણ પણ હોવું જ જોઈએ અને દુઃખ નિવારણનો કોઈને પણ કોઈ માર્ગ પણ હોવો જ જોઈએ. જેને સમ્યક સંમ્બોધી કહેવામાં આવે છે. 


🔅 જે પીપળાનાં વૃક્ષ નીચે સિદ્ધાર્થ ગૌતમને 'બોધીજ્ઞાન' પ્રાપ્ત થયું તે વૃક્ષ ને શું કહેવામા આવે છે?

✅ બોધીવૃક્ષ


🔅 સમ્યક સમ્બોધી પ્રાપ્તિ બાદ બુદ્ધ સાત અઠવાડિયા સુધી કયા રોકાણા હતાં?

✅ બોધીવૃક્ષ ની આસપાસ સાત અઠવાડિયા સુધી ધ્યાનસ્થ ભાવના સાથે વિહાર કરેલ હતું.

      પ્રથમ અઠવાડિયું બોધીવૃક્ષ નીચે વિતાવ્યું.

      બીજુ અઠવાડિયું અનિમેષ લોચન (બોધીવૃક્ષ ને એકધારા જોતા રહેવામાં વિતાવ્યું).

      ત્રીજું અઠવાડિયું રત્નચક્રમાં આગળ - પાછળ ચાલતા ચાલતા વિતાવ્યું.

     ચોથું અઠવાડિયું રત્નધર પ્રતિત્ય સમુત્પાદ નું ગહન અધ્યયન કરતાં વિતાવ્યું.

     પાંચમું અઠવાડિયું અજપાલ નિગ્રોધવૃક્ષ નીચે બ્રાહ્મણ દ્વારા પૂછવામાં આવતા સવાલોના જવાબ આપવામાં વિતાવ્યું. (કોઈ વ્યક્તિ બ્રાહ્મણ જન્મથી નહીં કર્મ થી બને છે.)

      છઠું અઠવાડિયું કમળના તળાવ (મુચલિંદ સરોવર)મા વિતાવ્યું હતું.

      સાતમું અઠવાડિયું રાજાયતન વૃક્ષ નીચે વિતાવ્યું હતું. જયાં બુદ્ધને ઉત્કલ દેશના બે વેપારીઓ દ્વારા મધ અને સાકર મિશ્રિત ભાત નું ભોજન આપવામાં આવ્યું હતું.


🔅 જ્ઞાનપ્રાપ્તિ પહેલાં સિદ્ધાર્થ ગૌતમ શું હતા?

✅ 'બોદ્ધિસત્વ'


🔅 બોદ્ધિસત્વ એટલે શું?

✅ જે વ્યક્તિ બુદ્ધ બનવા માટે સતત પ્રયાસરત રહેતો હોય તેવા વ્યક્તિને બોદ્ધિસત્વ કહેવામાં આવે છે.


🔅 જ્ઞાનપ્રાપ્તિ બાદ સિદ્ધાર્થ ગૌતમ કઈ રીતે પ્રસિદ્ધ થયા?

✅ 'બુદ્ધ' તરીકે.

 

🔅 એક બૌદ્ધિસત્વ બુદ્ધ કેવીરીતે બને છે?

✅ એક બોદ્ધિસત્વએ સતત વર્તમાન જીવનની દશ અવસ્થાઓ સુધી "બોદ્ધિસત્વ" તરીકે રહેવું પડે છે, દશ પારમીતાઓ ની પૂર્ણતા નો પણ અભ્યાસ કરવો પડે છે. જ્યારે તે બન્ને રીતે સમર્થ સિદ્ધ થઈ જાય ત્યારે એક બોદ્ધિસત્વ બુદ્ધ બને છે. બોદ્ધિસત્વની પરાકાષ્ઠા એજ "બુદ્ધ" બનવું છે.


🔅 બુદ્ધના સમકાલીન દાર્શનિકો કોણ કોણ હતા, અને તેના ઉપદેશ ને શું કહેવામાં આવતું?

✅ પૂર્ણકાશ્યપ   - અક્રિયાવાદ

મકખલીગોશાલ    - નિયતિવાદ

અજિતકેશકમ્બલ - ઉચ્છેદવાદ

પકુધકચ્ચાયન - અન્યોન્યવાદ

બેલઠ્ઠીપુત્ર      - વિક્ષેપવાદ

મહાવીર        - ચાતુર્યામ સંવરવાદ


🔅 જે વાતનો બુદ્ધે અસ્વીકાર કર્યો તે વાતો કઇ કઇ છે?

✅ વેદોને સ્વત: પ્રમાણ   

 માનવાનો બુદ્ધે અસ્વીકાર કર્યો.

       આત્માના મોક્ષમા વિશ્વાસ એટલેકે આત્માનો પુનર્જન્મ ના થવો તેનો અસ્વીકાર કર્યો.

       આત્મા જેવું શરીર થી અલગ કઈ છે તેનો અસ્વીકાર કર્યો.

      આ જન્મમાં વ્યક્તિ ની જે કંઈ સ્થિતિ છે તે બધુ પૂર્વજન્મનું પરિણામ છે તેમ માનવું તેનો અસ્વીકાર કર્યો.

      સંસરણ એટલેકે આત્માનો એક શરીર થી બીજા શરીરમાં જવાનો વિશ્વાસ કરવો તેનો અસ્વીકાર કર્યો.

      કોઈ ઈશ્વર, સૃષ્ટિકર્તા છે તેનો અસ્વીકાર કર્યો.

     કોઈ ઇશ્વરે મનુષ્યનું નિર્માણ કર્યુ છે તેનો પણ અસ્વીકાર કર્યો.

     આત્માના અસ્તિત્વ ની તો બુદ્ધે ઉપેક્ષા જ કરી અને સંપૂર્ણ ઇન્કાર પણ કર્યો. 


🔅 એવી કઇ કઇ બાબતો હતી જેમાં બુદ્ધે પરિવર્તન કર્યું?

✅ કાર્ય-કારણનાં નિયમને તેનાં ઉપસિદ્ધાંતો સહીત 'પ્રતિત્યસમુત્પાદ'નાં રૂપે માન્ય રાખ્યો.

     જીવનનાં નિરાશાજનક ભાગ્યવાદી દ્રષ્ટિકોણ નું ખંડન કર્યુ, જુના કર્મવાદ ની જગ્યાએ વૈજ્ઞાનિક કર્મવાદ ની સ્થાપના કરી.

       સંસરણ રહીત પુનર્જન્મનાં સિદ્ધાંત નો સ્વીકાર કર્યો.

       મોક્ષ અથવા આત્માની મુક્તિના સ્થાને 'નિર્વાણ'ના સિદ્ધાંત ની સ્થાપના કરી.

     

🔅 સહમ્પતી દ્વારા કેવા પ્રકારના શુભ સમાચાર ની ઘોષણા કરવામાં આવી?

✅ બુદ્ધે સંસારની અકુશળતાઓ, કષ્ટો અને દુઃખનું કારણ જાણી લીધું છે, બુદ્ધને કષ્ટો અને દુઃખ માંથી મુક્ત થવાનાં ઉપાયો ની જાણકારી છે. બુદ્ધનો ધમ્મ એ સદ્દઘમ્મ છે. તેઓનો ઉદ્દેશ છે કે આ પૃથ્વી પર સદ્દઘમ્મનું સામ્રાજ્ય પ્રસ્થાપિત થાય. બુદ્ધનો ધમ્મ સત્ય છે, સંપૂર્ણ સત્ય છે, સત્ય સીવાય કઈ નહીં અર્થાત સત્ય જ સત્ય.


🔅 બુદ્ધનો માર્ગ એ કેવો માર્ગ છે?

✅ બુદ્ધનો માર્ગ એ તર્કનો માર્ગ છે, અંધવિશ્વાસો થી મુક્ત થવાનો માર્ગ છે. શાંતિપ્રદ નિર્વાણ નો મધ્યમ માર્ગ છે.


🔅 બુદ્ધની ધમ્મ પ્રચાર કરવા માટેની યોજનામાં કઈ કઈ બે પ્રકારની ધમ્મદીક્ષાઓ છે?

✅ ભીખ્ખુ(ભીક્ષુ) દીક્ષા (પ્રવ્રજ્યા, ઉપસંપદા) અને ઉપાસક દીક્ષા છે.


🔅 ભીખ્ખુ(ભીક્ષુ) અને ઉપાસક વચ્ચે શું તફાવત હોય છે?

✅ ભીક્ષુ ગૃહત્યાગી હોય છે જ્યારે ઉપાસક ગૃહસ્થ હોય છે. બન્નેએ કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે, ભીક્ષુ માટે નિયમોનું પાલન કરવું વ્રત સમાન હોય છે જ્યારે ઉપાસક માટે તે ફક્ત શીલ છે અને શીલ પાલન તેની સમર્થતા મુજબ કરવાનું હોય છે.

     એક ઉપાસક સંપતિ રાખી શકે છે જ્યારે ભીક્ષુ સંપત્તિ રાખી શકતા નથી. ઉપાસક માટે ઉપસંપન્ન થવું જરૂરી નથી જયારે એક ભીક્ષુ માટે ઉપસંપન્ન થવું ફરજિયાત છે.


🔅 ઇસીપતન મૃગદાય ક્યાં આવેલુ છે?

✅ ઇસીપતન મૃગદાય સારનાથ વારાણસી પાસે આવેલું છે.


🔅 સિદ્ધાર્થ ગૌતમ ની સાથે ઉગ્ર તપશ્ચર્યામાં સાથે હતા તે પાંચે પરિવ્રજકો ક્યાં રહેતા હતાં?

✅ સારનાથ ઇસીપતન મૃગદાયમાં.


🔅 બુદ્ધ જ્યારે પાંચે પરિવ્રજકો ને શોધતા સારનાથ આવ્યા અને પાંચે પરિવ્રજકોએ બુદ્ધને આવતા જોયા ત્યારે પાંચેએ અંદરોઅંદર શું નક્કી કર્યું?

✅ પાંચે પરિવ્રજકોએ નક્કી કર્યું કે શ્રમણ ગૌતમ ચાલતા આવે છે, જે પથ ભ્રષ્ટ થઈ ગયેલા છે, જેણે તપશ્ચર્યા નો માર્ગ ત્યાગી આરામ નો માર્ગ અપનાવી લીધો છે માટે આપણે તેના સન્માનમાં ના ઉભા થવું અને ના તેઓનું સ્વાગત કરવું. આપણે તેના માટે આસન રાખીદઈએ, ઇચ્છા હશે તો તેઓ તેના ઉપર આવી બેસી જાશે.


🔅 પરંતુ જયારે બુદ્ધ નજીક પહોંચ્યા ત્યારે શું થયું?

✅ પાંચે પરિવ્રજકો પોતાના શંકલ્પો પર દ્રઢ રહી શક્યા નહીં. બુદ્ધના વ્યક્તિત્વએ આ પાંચેને એટલા બધાં પ્રભાવિત કર્યા કે તેઓ બુદ્ધના સત્કાર માટે ઉભા થઈ ગયા. એકએ બુદ્ધનું પાત્ર લઇ લીધું, બીજાએ ચીવર લીધું, ત્રીજાએ આસન બિછાવ્યું અને એક પગ ધોવા માટે પાણી લઈ આવ્યો. ખરેખર આ એક અપ્રિય મહેમાન નું અસાધારણ સ્વાગત હતું.


🔅 બુદ્ધે બુદ્ધત્વ પ્રાપ્તિ બાદ પ્રથમ ધમ્મ ઉપદેશ કોને આપ્યો?

✅ પ્રથમ ધમ્મ ઉપદેશ પાંચ પરિવ્રજકો કોન્ડીન્ય, અશ્વજીત, વાષ્પ, મહાનામ અને ભદરીક ને આપ્યો હતો.


🔅 બુદ્ધે કેવા પ્રકારના માર્ગનો ઉપદેશ આપ્યો હતો?

✅ બુદ્ધે 'મધ્યમ-માર્ગ' નો ઉપદેશ આપ્યો હતો. એટલેકે વચ્ચે નો માર્ગ. જે ના તો કામભોગ નો માર્ગ છે કે ના તો દેહદમન નો માર્ગ છે. બુદ્ધનો માર્ગ એ સદ્ધમ્મનો માર્ગ છે.


🔅 બુદ્ધના ધમ્મનો ઉદ્દેશ શું હતો?

✅ ધમ્મનું કેન્દ્રબિંદુ મનુષ્યો છે. આ પૃથ્વી પર રહેતા મનુષ્યો દુઃખી છે, દરિદ્રતા ભર્યું જીવન જીવી રહ્યા છે. ધમ્મનો ઉદ્દેશ આ દુઃખોને દૂર કરવા એજ છે.


🔅 દુઃખ અને દુઃખનો નાશ કરવો એજ બુદ્ધના ધમ્મનો આધાર છે, તો બતાઓ કે બુદ્ધે બતાવેલો ધમ્મ દુઃખોનો નાશ કેવીરીતે કરી શકે છે?

✅ બુદ્ધે બતાવેલા ધમ્મ માર્ગ અનુસાર જો દરેક વ્યક્તિ શીલના માર્ગ પર ચાલે, પવિત્રતાના માર્ગ પર ચાલે, ધમ્મના માર્ગ પર ચાલે તો સંસારનાં દુઃખોનો નાશ અવશ્ય થઈ શકે.


🔅 પવિત્રતાના માર્ગ પર ચાલવા માટેનાં પાંચ શીલ (નિયમો) કયા કયા છે?

✅ કોઈ પણ પ્રાણીની હિંસા ના કરવી, ચોરી ના કરવી એટલેકે બીજાની વસ્તુ પોતાની ના બનાવી લેવી, વ્યભિચાર ના કરવો, અસત્ય ના બોલવું અને નશાકારક પદાર્થોનું સેવન ના કરવું.


🔅 અષ્ટાંગિક માર્ગ અથવા સમ્યક માર્ગ શું છે?

✅ અષ્ટાંગિક માર્ગ એટલેકે આઠ અંગો વાળો માર્ગ. જેને સમ્યક માર્ગ પણ કહેવામાં આવે છે. જેમા 

(૧)સમ્યક દ્રષ્ટિ,

(૨)સમ્યક સંકલ્પ (૩)સમ્યક વાણી, (૪)સમ્યક કર્માન્ત, (૫)સમ્યક આજીવિકા,  (૬)સમ્યક વ્યાયામ, (૭)સમ્યક સ્મૃતિ, 

(૮)સમ્યક સમાધિ આવે છે.


🔅 મધ્યમ માર્ગ એટલે શું?

✅ મધ્યમ માર્ગ એટલે શ્રેષ્ઠ અષ્ટાંગીક માર્ગ સિવાય બીજું કંઈ નથી.


🔅 દશ પારમીતાઓ કઇ કઇ છે?

✅ શીલ, દાન, ઉપેક્ખા, નૈસક્રમ્ય, વીર્ય, ક્ષાંતી, સત્ય, અધિષ્ઠાન, કરૂણા અને મૈત્રી. પારમીતાઓ એટલે ગુણો ની પરાકાષ્ઠા.


🔅 પ્રજ્ઞા એટલે શું?

✅ ગૌતમ બુદ્ધના વિચારો માં પ્રજ્ઞા એટલે પૂર્ણજ્ઞાન, પૂર્ણસમજદારી, વિવેકપૂર્ણ બુદ્ધિ. 


🔅 ધમ્મનો વાસ્તવિક આધાર શું છે?

✅ માનવીય દુઃખોને જાણવા અને તેનો સ્વીકાર કરવો એજ ધમ્મનો વાસ્તવિક આધાર છે.


🔅 બુદ્ધનો પ્રથમ ધમ્મ ઉપદેશ સાંભળ્યાં બાદ પાંચે પરિવ્રજકોએ કેવી ભાવનાઓ વ્યક્ત કરી?

✅ બુદ્ધના રૂપમાં અમોને એક એવા જીવન સુધારક મળી ગયા છે કે જેના રૂંવાડે રૂંવાડા નૈતિકતા ની ભાવના થી ઓતપ્રોત છે. જેનામાં એવી મૌલિકતા અને સાહસ છે કે વિરોધી વિચારો ની જાણકારી સાથે તેઓ આ વર્તમાન જીવનમાં જ મુક્તિના એક એવાં માર્ગની પૂર્તતા કરી શક્યા છે જેમાં 'મન'નું આંતરીક  પરિવર્તન પોતાના સંયમ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.


જીવનમાં ઉતારવા લાયક ગૌતમ બુદ્ધ ના વિચારો , ગૌતમ બુદ્ધ સુવિચાર અને ગૌતમ બુદ્ધના ઉપદેશ જે જિવન જિવવાનો સાચો માર્ગ બતાવેસે. 


✦ અન્ય જરૂરી માહિતી

❋  ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ

❋  ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર । બુદ્ધ અને તેમનો ધમ્મ 

❋  ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી

❋  બુદ્ધ અને તેમનો ધમ્મ । ગૌતમ બુદ્ધના ઉપદેશ

Powered by Blogger.