ઝેન કથા | Jain Katha | jain katha sangrah in gujarati | જૈન કથા । જૈન સાહિત્ય | Jain Varta in Gujarati

ઝેન કથા (Jain Katha ) | એમ કે | જૈન કથા અને જૈન સાહિત્ય 

આ પોસ્ટ માં જોયે ઝેન કથા ( Jain Katha ) જૈન કથા અને જૈન સાહિત્ય ( jain katha sangrah in gujarati ) જેમાં હકુઇન એકાકુ  hyakunin ikki ના જીવન વિશે માહિતી આપેલ સે ( Jain Varta in Gujarati ).

એક ઝેન ગુરુ થઇ ગયા. એમનું નામ હકુઇન. પડોશીઓ એમના પવિત્ર જીવનથી પ્રભાવિત હતા. એમની નજીકમાં એક સુંદર છોકરી રહેતી હતી.  એના  માબાપ અનાજની દુકાન ચલાવતા હતા. એક દિવસ માબાપને ઓચિંતી ખબર પડી કે દીકરી સગર્ભા છે. 


માબાપના ક્રોધનો પાર ન રહ્યો. એમણે છોકરીને પુરુષનું નામ કહેવા બહુ કહ્યું પણ છોકરીએ નામ ન આપ્યું. છેવટે બહુ દબાણને અંતે છોકરીએ હકુઇનનું નામ આપ્યું. બસ થઇ રહ્યું. માબાપ તો  રાતાપીળા થઇ ગયાં અને પહોંચ્યાં  હકુઇનને ઘરે. હકુઇન જવાબમાં કશું બોલ્યા જ નહીં ; માત્ર એટલું જ બોલ્યા, “એમ કે !”


બાળકનો જન્મ થયો પછી એને હકુઇનને ત્યાં મૂકી દેવામાં આવ્યું.  હકુઇને બાળકની પૂરી સંભાળ રાખી. પડોશીઓને ત્યાંથી દૂધ લાવીને એ બાળકને પાવા લાગ્યા અને બાળકની અન્ય જરૂરિયાતો પણ પૂરી કરવા લાગ્યા.


એકાદ વર્ષ વીત્યું પછી પેલી માતા બનેલી છોકરીથી રહેવાયું નહીં. એણે માબાપને સાચી વાત કહી દીધી. બાળકનો ખરો બાપ તો માછલી બજારમાં  કામ કરતો એક યુવાન હતો. માબાપ તો હકુઇન પાસે ગયાં અને   માફી માંગવા લાગ્યા. છેવટે એમણે બાળકને પાછું લઇ જવા દેવા માટે વિનંતી કરી.


હકુઇન તૈયાર જ હતા. બાળકને પાછું સોંપતી વખતે એમણે માત્ર એટલું જ કહ્યું  “એમ કે !”


હકુઇન એકાકુ

ઈ.સ. ૧૬૮૬ થી ઈ.સ. ૧૭૬૯ હકુઇન જાપાનીસ જેન બુદ્ધિઝમના સૌથી પ્રતિભાશાળી અને રીન્ઝાઈ પંથના પુનરુત્થાર કરનાર ગણાય છે. 


હકુઇનનો જન્મ માઉન્ટ ફૂઝી પાસેના હારા નામના ગામમાં થયો હતો. તેમની માતા બૌદ્ધ ધર્મના નીચીરેન પંથના અનુયાયી હતા. હકુઇનને બૌદ્ધ સાધુ બનવાની પ્રેરણા તેમના માતા પાસેથી જ મળી હતી. બાળપણમાં એક નીચીરેન સાધુનું ‘આઠ ઉષ્ણ નરક’ પરના પ્રવચનો સાંભળ્યા. આ સાંભળતા તેમને વૈરાગ્ય આવ્યો અને તેમણે સાધુ થવાનો નિર્ણય કરી લીધો.


સાધુ જીવનનો અભ્યાસ

પંદર વર્ષની ઉમરે તેમણે માતાપિતાની રજા લઈને સ્થાનિક ઝેન વિહાર શોઈન-જી માં સાધુ જીવનનો અભ્યાસ શરુ કર્યો. શોઈન-જીના આચાર્ય બીમાર પડતાં, હકુઇનને નજદીકમાં આવેલ દાઈશોજી ના વિહારમાં મોકલવામાં આવ્યાં. અહી , નવ દીક્ષિત સાધુ તરીકે તેમણે ૩-૪ વર્ષ સુધી આગમનો અભ્યાસ કરવાનો આવ્યો.  નીચીરેન  સંપ્રદાયમાં મુખ્ય આગમ ગણાતા સદ્ધર્મ પુંડરિક સૂત્રનો અભ્યાસ કરવાની દાઈશોજીમાં તક મળી.  આ સૂત્રનો અભ્યાસ કરવાથી તેઓને નિરાશા થઇ. તેઓએ કહ્યું કે આ સૂત્રમાં હેતુ અને વ્યયની વાર્તાઓ સિવાય કઈ નથી.


તેમણે અઢાર વર્ષની ઉમરે તેઓએ દાઈશોજીને છોડી દીધું અને હારા ગામની પાસે આવેલ ઝેન્સો-જીમાં જોડાઈ ગયા. ઓગણીસ વર્ષની ઉમરે ચીની ચેન ગુરુ યાન્તાઓ યુઆનહાઓનું જીવન ચરિત્ર તેમના વાંચવામાં આવ્યું.  તેમાં લુટારાઓ દ્વારા થતી તેમની ઘાતકી હત્યાની વાત વાંચી ને તેઓ વિચલિત થઇ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આવા મહાન ગુરુ પણ જો આવા મૃત્યુમાંથી બચી ન શકતા હોય, તો હું એક સામાન્ય ભિક્ષુ કેમ એવું માનું છું કે હું નરકના દુઃખોથી બચી જઈશ. તેઓએ સાધુ જીવનનો ત્યાગ કરી દીધો, પણ શરમના કારણે ઘરે પાછા ન ફરી શક્યા. તેઓ પરિભ્રમણ કરતાં રહ્યા અને સાથે સાથે સાહિત્ય અને કાવ્યનો અભ્યાસ કરવા લાગ્યા. 


ફરતાં ફરતાં તેઓ બીજા બાર સાધુઓ સાથે ઝુઈન-જી માં આવેલા બાઓ રોજીન ના રહેઠાણ પર પહોંચ્યા. બાઓ રોજીનની એક અસાધારણ વિદ્વાન સાથે એક સખત મિજાજવાળા ગુરુ તરીકે ખ્યાતિ હતી. કવિ-ભિક્ષુ બાઓ સાથે અભ્યાસ કરતાં  , તેમણે જોયું કે ચૈત્યના પ્રાંગણમાં અનેક પુસ્તકોના ઢગલાઓ પડયા હતા. બૌદ્ધ ધર્મના બધાં જ પંથના  પુસ્તકો અહી તેને જોવા મળ્યા. આટલા બધાં પુસ્તકો જોઈને તેઓ ચકિત થઇ ગયા. તેમણે તથાગતને હૃદયપૂર્વક પ્રાર્થના કરી કે તેઓ જ હવે તેના માર્ગનું નિદર્શન કરે.  પ્રાર્થના કરીને તેમણે એક પુસ્તક પસંદ કર્યું. એ પુસ્તક મિંગ સામ્રાજ્યના વખતની ઝેન કથાઓનો સંગ્રહ હતો. આ વાંચતા જ તેમને પ્રશ્ચાતાપ થયો અને ઝેન સાધનાનો અભ્યાસ ફરી શરુ કર્યો.


પરિભ્રમણ

હવે, તેઓ ફરી વખત પરિભ્રમણ પર નીકળી પડયા. તેઓ બે વર્ષ સુધી ફરતાં રહ્યા અને પછી એઈગન-જી વિહારમાં રોકાઈ ગયા.  ત્યારે તેઓની ઉમર ત્રેવીસ વર્ષની હતી. અહી જ એક વર્ષ પછી એટલે કે ચોવીસ વર્ષની ઉમરે પ્રથમ વખત જ (કેન્સો) સમાધિનો અનુભવ થયો. તેઓ એ સાત દિવસ માટે પોતાની જાતને એકાંતવાસમાં રાખી હતી અને મંદિરના ઘંટનો અવાજ સાંભળતાં તેમની પ્રજ્ઞા જાગ્રત થઇ હતી. પણ , ગુરુજીએ આ વાત માનવાનો ઇનકાર કરતા તેઓ આ વિહાર પણ છોડી ચાલી નીકળ્યા.


તેઓ હવે શોજુ રોજીન  પાસે સાધના કરવા માટે આવીને રહ્યા. શોજુ રોજીનની એક કઠોર ઝેન ગુરુ અને શિસ્તપાલનના આગ્રહી તરીકેની નામના હતી. હકુઇનના સમજણની મર્યાદાઓ દૂર કરવા અને તેને સ્વકેન્દ્રિત વિચારની ટેવમાંથી છોડાવવા તેઓ અવારનવાર તેનું સખત અપમાન કરતા અને  દંડાત્મક શિક્ષાઓ પણ કરતાં. જયારે તેમણે હકુઇનને ભિક્ષુ બનવાનું કારણ પૂછ્યું , ત્યારે તેમણે કહ્યું કે નરકના ભયને કારણે તેઓ સંસાર છોડવા તૈયાર થયા હતા.  ત્યારે ગુરુ બહુ ગુસ્સે થઇ ગયા અને કહ્યું કે તુ એક સ્વાર્થી મુર્ખથી વિશેષ કઈ જ નથી. સોજુએ તેને અનેક કોઅન (કોયડાઓ) ઉકેલવા માટે આપ્યા અને તેની મદદ વડે હકુઇન સમાધિના ત્રણ પડાવ પસાર કરી શક્યા. હકુઇન કહે છે કે આ કોઈડાઓ વડે ગુરુ તેની પાસે કઈ સાધના કરાવવા માંગતા હતા , તે તો તેમને છેક અઢાર વર્ષ પછી સમજાયું.


હકુઇનને એમ સમજાવા લાગ્યું કે તેની પ્રાપ્તિ હજુ અધુરી હતી. સમાધિ અવસ્થાની પરમ શાંત દશા આખા દિવસના કાર્યોમાં હજુ જળવાતી ન હતી. જયારે તેઓ ૨૬ વર્ષના હતા, ત્યારે પિટકમાંથી એક વાત તેમના વાંચવામાં આવી કે  “જો બોધિચિતની પ્રાપ્તિ ન થાય, તો પ્રજ્ઞાવાન પુરુષો કે સ્થવિરો પણ નરકની ગતિ પામે છે.” અત્યાર સુધી તેઓ ભિક્ષુ તરીકે દીક્ષા ગ્રહણ કરવી અને  રોજબરોજની ધાર્મિક ક્રિયાઓ કરવી તેને જ બોધિ ચિતની પ્રાપ્તિરૂપ માનતા હતા. હવે તેને, એ વાતની શંકા થવા લાગી. બોધિચિતનો ખરો અર્થ તો સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ અને તેઓ માટે કરી છુટવાની પરોપકારની ભાવના જ છે, આ વાત તેમણે ૪૨ વર્ષની વયે અંતિમ સમાધિ અવસ્થાની પ્રાપ્તિ વખતે સમજાઈ.


હકુઇનની કઠોર સાધના

હકુઇનની કઠોર સાધના, વર્ષોની રઝળપાટ અને શરીર પ્રત્યેની ઉદાશીનતાના કારણે તેઓ યુવાન વયમાં જ બે વર્ષ સખત બીમાર પડી ગયા. આ બીમારીમાં તેઓ મનથી નાશીપાસ થઇ ગયા. આ સમયમાં તેમણે થોડે દૂર ગુફામાં જ વસવાટ કરતા અને સાધના કરતા તાઓ સંપ્રદાયના સાધુ હકુયુ પાસે માર્ગદર્શન મેળવ્યું. હકુયુએ તેમને સાકાર મૂર્તિનું ધ્યાન કરવા અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સુચના આપી. આનું પાલન કરવાથી તેઓ શરીર અને મનથી સ્વસ્થ થયાં. હવે , હકુઈને  સાધનામાં શારીરક શક્તિ અને સ્વાસ્થ્યને પૂરું મહત્વ આપવાનું શરુ કર્યું. આ કારણથી જ તેઓ ૭૦ વર્ષની ઉમરે પણ એટલા સ્વસ્થ હતા, કે આ ઉમરે તેઓ કોઈ જ થાકનો અનુભવ કર્યા વગર આખો દિવસ ધ્યાન અથવા જપની સાધના કરી શકતાં. 


તેઓ ૩૦ વર્ષની યુવાન વય કરતાં પણ વધારે સ્વસ્થતા અને સ્વાસ્થ્યનો અનુભવ ૭૦ વર્ષે કરતા હતા. હકાયુ પાસેથી શીખેલી ધ્યાન અને સાધના પધ્ધતિ હકુઈને રીન્ઝાઈની સાધના પધ્ધતિમાં પણ દાખલ કરી , જે આજે પણ ચાલુ છે.  


આટલા પરિભ્રમણ પછી ૩૧ વર્ષની ઉમરે હકુઇન ઝેન વિહાર શોઈન-જીમાં પાછા ફર્યા કે જ્યાં તેમણે ૧૫ વર્ષની ઉમરે ભિક્ષુ જીવનની શરૂઆત કરી હતી. આ વિહારમાં જ તેણે બાકીની જીંદગીના પચાસ વર્ષ પસાર કર્યા.  શોઈન-જીમાં તેઓને વિહારના મુખ્ય સ્થવિર બનાવ્યા અને અહી જ તેનું હકુઇન એવું નામાભિધાન કરવામાં આવ્યું. ‘હકુઇન’ નો અર્થ સફેદ વાદળોમાં અને બરફમાં છુપાયેલ એવો થાય છે.  


હકુઇનનો અહી ખુબ વિકાસ થયો અને સાથે વિહારનો પણ. આખા દેશમાં તેમની ખ્યાતિ ફેલાઈ ગઈ. ધીમે ધીમે કરતા શિષ્યોની સંખ્યા સેંકડો પર પહોંચી ગઈ. હકુઈની પણ ઘણી પ્રસિદ્ધિ થઇ , ત્યાં જ ૮૩ વર્ષની ઉમરે તેમનું મૃત્યુ થયું.


Powered by Blogger.