સાત ફેરા સમુહ લગ્ન યોજના અનુસૂચિત જાતિ માટે | Sat Fera Samuh Lagna Yojana | Sat Fera Samuh Lagna Yojana Gujarat। માઇ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમુહ લગ્ન યોજના
યોજનાનો હેતુ ( સાત ફેરા સમુહ લગ્ન યોજના ) | Sat Fera Samuh Lagna Yojana
➢ લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ લોકો દ્વારા બિનજરૂરી ખર્ચાઓ કરવામાં આવે છે.
➢ આવા પ્રસંગોએ તેઓ ઉધાર લઈને પણ ખર્ચ કરે છે અને પછી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરે છે.
➢ જો લોકો સમૂહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યક્તિગત લગ્ન પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચને ટાળી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમૂહ લગ્નમાં ભાગ લેનાર યુગલોને રૂ. 12,000/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ.3000/- લેખે વધુમાં વધુ રૂ. 75,000/- સુધી પ્રોત્સાહન રકમ આપવામાં આવે છે.
નિયમો અને શરત ( સાત ફેરા સમુહ લગ્ન યોજના ) | Sat Fera Samuh Lagna Yojana
➢ આ યોજનાનો લાભ માત્ર અનુસૂચિત જાતિ (ગુજરાત રાજ્યના વતનીઓ) માટે જ ઉપલબ્ધ છે.
➢ આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 1,20,000/- ગ્રામ્ય વિસ્તારમાં અને રૂ. 150,000 શહેરી વિસ્તારમાં છે.
➢ પુનર્લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળનો લાભ મળશે નહીં.
➢ લગ્ન સમયે કન્યાની વય મર્યાદા 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ.
➢ લગ્નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવી આવશ્યક છે.
➢ કુંવરબાઈની મામેરુ યોજનાની સહાય તે જિલ્લામાંથી મળશે જ્યાં સાત ફેરા સમુહલગનનું આયોજન કરવામાં આવ્યું છે.
➢ જો સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમુહલગન યોજના તેમજ કુંવરબાઈની મામેરુ યોજનાની તમામ શરતોને પૂર્ણ કરે છે, તો તે આ બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
સબમિટ કરવાનો દસ્તાવેજ (સંસ્થાનો)
➥ જિલ્લા નાયબ નિયામક/જિલ્લા SA (અનુસૂચિત જાતિ)ને અગાઉથી લેખિત જાણ કરેલ હોય તે પત્ર
➥ સંસ્થાની નોંધણીનું પ્રમાણપત્ર
➥ આમંત્રણ પત્રિકા / કંકોત્રી
➥ બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
દસ્તાવેજ / ડોક્યુમેન્ટ(યુગલના) ( સાત ફેરા સમુહ લગ્ન યોજના ) | Sat Fera Samuh Lagna Yojana
➥ લગ્નની કંકોત્રી
➥ સમૂહ લગ્નના આયોજકોએ આપવાનું થતું પ્રમાણપત્ર
➥ છોકરીઓના પિતાની આવકનો દાખલો. (સક્ષમ સત્તાધિકારીનો)
➥ યુવક /યુવતીના શાળા છોડયાના પ્રમાણપત્રો/ જન્મ નોંધણીનો દાખલો/ ઉંમરના પુરાવા/ સરકારી તબીબી પ્રમાણપત્ર. (કોઈપણ એક પુરાવો)
>>> ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે જાણવા માટે અહી 👉 ક્લિક કરો