MYSY - મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી અને યોજના pdf  | MYSY in Gujarati

 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના pdf , વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવાઓ, એમ વાય એસ વાય યોજના ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃતિ યોજના છે.  | MYSY in Gujarati | Mukhyamantri Yuva Swavalamban yojana information in Gujarati

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માહિતી અને લાયકાતના ધોરણ ( mukhyamantri yuva swavalamban yojana information in gujarati)

૧. ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર અથવા ગુજરાતના અન્ય માન્ય બોર્ડમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

2. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-12 ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 90 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

3. રૂ. ૪,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા) સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મેળવવા માટે લાયક ગણાશે. મામલતદાર / તાલુકા વિકાસ અધિકારી પાસેથી વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મેળવવાનુું રહેશે.

4. એ ડિપ્લોમાં અથવા અંડરગ્રેજ્યુએટ કોર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ તેમના કોર્સની અવધિ સુધી સહાય માટે પાત્ર બનશે.

5. સ્વ-નિર્ભર અભ્યાસક્રમોમાં એન.આર.આઇ. બેઠકો પર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર રહેશે નહીં.


અન્ય યોજનાઓ :  વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન યોજના



મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ નીચેની સહાય મળશે.

ટ્યુશન ફી સહાય મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

1. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના મેડિકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માતે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.


2. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે એન્જીનિયરિંગ  ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રીકલ્ચર, આાયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, ફિઝીયોથેરાપી, પેરા-મેડિકલ, વેટરનરી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૫૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.


3. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે બી.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ., બી.સી.એ. જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીના ૫૦% રકમ અથવા રૂપિયા ૧૦,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.


4. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.

5. સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાથીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવુું પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યાોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાથીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર થશે.




 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જરૂરી પુરાવાઓ-

• અરજદારના પિતાનો આાવકનો દાખલો (સક્ષમ આધિકારી પાસે થી)
• સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ 
• એડમીશન લેટર (યુનિવર્સીટી ધ્વારા ઓનલાઈન પ્રવેશ બાદ મળતુું પત્ર) 
• બેંક પાસબુક/કોન્સલ ચેક 
• ટ્યુશન ફી ની રસીદ (કોલેજ માંથી મળશે)
પાનકાર્ડ  (પિતાનુ )
• કોલેજ નો MYSY શિષ્યવૃત્તિ બાબતે લેટર
• ઇન્કમટેક્ષ રીટર્ન
• રીટર્ન ભરતા ના હોઈ તો રીટર્ન ભરવાપાત્ર આવક નાં હોવાનુું ડીકલેરેશન ફોર્મ
• પાસપોર્ટ સાઈઝ ફોટો
• ધો-૧૨ ની માર્કશીટ








➤ એમ વાય એસ વાય યોજના વિશેષ નોંધ-

• ફોર્મ ઓનલાઈન MYSY ની વેબસાઈટ પર થી ભરી સંલગ્ન યુનીવર્સીટી અથવા સરકાર માન્ય સેન્ટરો પર જઈ ઓરીજીનલ પુરાવાઓ સાથે ખરી નકલ ની ચકાસણી કરાવી જમા કરાવવુું.

 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ અને અરજી માટે જરૂરી મેન્યુઅલ ફોર્મ ડાઉનલોડ કરવા માટે ની લિંક નીચે આપવામાં આવી છે.


Powered by Blogger.