ઝેન કથા | Jain Katha | jain katha sangrah in gujarati | જૈન કથા । જૈન સાહિત્ય | Jain Varta in Gujarati
ચંદ્રની ચોરી ન થાય | જૈન કથા અને જૈન સાહિત્ય
રયોક્ન
નામે એક ઝેન ગુરુ થઇ ગયા. પર્વતની તળેટીમાં એક ઝુંપડીમાં રહીને સાધના કરતા અને
સાદાઈથી રહેતા હતા.
એક
રાત્રે તેમને ત્યાં એક ચોર આવ્યો પણ ઝુંપડીમાં ચોરીને લઇ જવા જેવું કશું એને
જડ્યું નહીં. રયોકને એને જતો રોક્યો અને કહ્યું : “તું દૂરથી મને મળવા આવ્યો તેથી
તને ખાલી હાથ જવા દઉં તે બરાબર ન ગણાય. તુ મારા કપડાં ભેટ તરીકે લઇ જા.”
ચોરને આશ્ચર્ય થયું પણ એ તો કપડાં લઈને રવાના થયો. રયોકન તો નગ્ન અવસ્થામાં બેઠા બેઠા મોજથી ચંદ્રને નીરખતા રહ્યાં. પછી એ ધીરેથી બબડ્યા : “બિચારો આદમી ! મારું ચાલે તો હું એને આ સુંદર ચંદ્ર આપી દેત!”
રયોકન તાઈગુ (ઈ.સ. ૧૭૫૮ થી ઈ.સ. ૧૮૩૧)
ગોગો-આન ઝુંપડી કે જ્યાં રયોકને ઈ.સ. ૧૮૦૪ થી ઈ.સ. ૧૮૧૬ સુધી વસવાટ કર્યો.
ઇચીગો
જીલ્લાના ઇઝુમોઝાકી ગામના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં રયોકનનો પ્રથમ પુત્ર તરીકે ઈ.સ.
૧૭૫૮માં જન્મ થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ઇઝો યામામોટો હતું. તેઓ નાની ઉમરમાં
જ સાધના કરવા માટે નજીકના સોટો-ઝેન
સંપ્રદાયના કોશો-જી વિહારમાં દાખલ થયા.
એકવાર ઝેન ગુરુ કોકુશેન એ ચૈત્યની મુલાકાતે આવ્યા. રયોકન તેમનાથી ખુબ જ પ્રભાવિત
થયા અને તેમણે કોકુશેનના શિષ્ય બનવાની રજા માંગી. કોકુશેને તેમની વિનંતી સ્વીકારી
અને તેમને લઈને તામાશીમા ( હાલના ઓકાયામા
જીલ્લા)ના એન્ત્સુ-જી વિહારમાં લઇને આવ્યા. અહી જ તેમને પ્રથમ વાર સમાધિની
પ્રાપ્તિ થઇ અને કોકુશેને તેમને પોતાના ઉતરાધિકારી બનાવ્યા. દશ વર્ષની કઠણ શિક્ષા
અને સાધના પછી પણ તેમણે એક સામાન્ય સંત અને ભિક્ષુ તરીકે જીવન જીવવાનું પસંદ
કર્યું હતું. તેઓ કયારેય કોઈ વિહાર કે ચૈત્યમાં સ્થવિર કે આચાર્ય તરીકે રહ્યા નથી.
તેઓએ ફરી પોતાના વતનમાં પાછા ફરીને પર્વતોના આશ્રય સ્થાનમાં રહેવાનું પસંદ કર્યું.
તેઓ
સોટો ઝેન સંપ્રદાયના સૌથી પ્રેમાળ ભિક્ષુ અને ઈડો સમયના એક મહાન કવિ તરીકે
પ્રખ્યાત છે.
તેઓ
ક્યારેય પોતાના વાળ ઓળતા નહિ અને ફાટેલા ચીવર પહેરી લોકોના ઘરોમાંથી ભિક્ષા મેળવી
તેને પર જીવન ગુજારતા. તેઓ પોતાને મળેલી ભીક્ષામાંથી પક્ષીઓ અને જીવજંતુને ખોરાક
આપતા. તેઓનું જીવન સરળ હતું. મોટાભાગનો સમય તેઓ ધ્યાન (ઝાઝેન) કરવામાં , ચંદ્રને
નીરખવામાં, બાળકો સાથે રમવામાં, મિત્રોને મળવામાં , તહેવારો પર નૃત્ય
કરવામાં અને કાવ્યની રચના કરવામાં ગાળતા.
“જેના ઉપર તમે આધાર રાખી શકો તેવું કઈ જ નથી. સઘળું પરિવર્તન પામે છે.
તમે વ્યર્થમાં નામ અને અક્ષરોને વળગી રહો છો. નવા
નવા જ્ઞાન પાછળ દોડવાનું બંધ કરો.
જયારે જેની આરપાર જોઈ શકાય તેવું કઈ રહ્યું જ
નથી, ત્યારે તમને તમારી ભૂલ ભરેલી વિચારસરણી
દેખાશે.
મુક્તિનો અંચળો અદભુત છે, પ્રાપ્તિની અરૂપી
ભૂમિ.
અનેક બુદ્ધોએ તેને આપણને વારસામાં આપી છે.
આપણા પૂર્વજોએ તેને હૃદયથી સ્વીકારી છે.
જે પહોળું કે સાંકળું, કાપડ કે દોરાથી પર છે, તે જ ખરો ચીવરને ધારણ
કરનાર છે.
હું મારી પાછળ શું છોડી જઈશ જાણો છો ?
આ વસંતના પુષ્પો, ઉનાળામાં કોયલનો ટહુકાર અને પાનખરના પર્ણોનો સરસરાટ “
રયોકન
ઓળ્યા વગરના વાળ, વધેલી દાઢી, ફાટેલાં વસ્ત્રો અને લઘરવઘર વેશે લોકોને ત્યાં ભિક્ષા
માંગવા જતાં. એક વાર કોઈક ઘરમાં ભિક્ષા માંગવા ગયેલાં, ત્યાં કોઈ કિંમતી વસ્તુ
ખોવાણી. લોકોને રયોકનને ઓળખી ન શક્યા,
તેમને તે સ્થાનીક
જેલમાંથી નાસી છુટેલ ચોર હોય તેમ લાગ્યું. તેઓએ ઢોલ વગાડી , શંખ ફૂંકીને ગામ
લોકોને ભેગા કર્યા. ગામલોકોએ તેમને દોરડાથી બાંધ્યા અને તેમને જીવતા દફનાવી દેવાનો
પ્રયત્ન કર્યો. રયોકને તેઓને જેમ કરવું હોય તેમ આરામથી કરવા દીધું. તેઓ એક શબ્દ પણ
બોલ્યા નહીં. લોકો તેને ખોદેલી કબરમાં ફેકવાની તૈયારી જ કરતાં હતા. ત્યાં, એક વ્યક્તિ એ
રયોકનને ઓળખી કાઢ્યા અને તે બુમ પડી ઉઠ્યો. “તમે આ શું કરી રહ્યા છો ? આ તો
પ્રસિદ્ધ ઝેન ગુરુ રયોકન છે. તુરત જ છોડોં અને તેની માફી માંગો.” ગામલોકો તો ડઘાય
જ ગયા અને તુરંત રયોકનને પગે પડી તેની માફી માંગી.
જે વ્યક્તિ તેમને બચાવીને લઇ ગયો, તેણે તેમણે
પૂછ્યું કે તમે કેમ કહ્યું નહીં કે આ તમારા પર મુકાયેલું ખોટું આળ છે ? દરેક જણને
મારા પર શંકા હતી. મેં ગમે તેટલું કહ્યું હોત તો પણ તેમની શંકા દૂર ન થાત. કઈ પણ
કહેવા કરતાં, ન કહેવા જેવું સારું કશું જ નથી.
રયોકનની
સમાધિ
છેલ્લા
દિવસે તેમણે તેઈશીનને મોકલેલ હાઇકુ :
“હવે
મૃત્યુ તેની છુપાવેલી બાજુને ખુલ્લી કરે છે
અને હવે બીજી
આમ
જ પાનખરના પર્ણોની જેમ ખરે છે.”
રયોકન
પલોઠીવાળીને બેઠા અને જાણે સુઈ જતાં હોય તેમ દેહ ત્યાગ કર્યો.
✦ અન્ય જરૂરી માહિતી
❋ ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ
❋ ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર । બુદ્ધ અને તેમનો ધમ્મ
❋ ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી