ઝેન કથા | Jain Katha | jain katha sangrah in gujarati | જૈન કથા । જૈન સાહિત્ય | Jain Varta in Gujarati
સચ્ચાઈનો રણકો | જૈન કથા અને જૈન સાહિત્ય
બાન્કાઈ નામે એક ઝેન ગુરુ થઇ ગયા. તેઓ મૃત્યુ પામ્યા પછી
એમના મંદિર પાસે રહેતા એક આંધળા માણસે પોતાના મિત્રને કહ્યું :”હું અંધ છું, તેથી
મને કોઈનો ચહેરો દેખાતો નથી. હું માણસનું ચારિત્ર્ય એના અવાજ પરથી આંકુ છું.
સામાન્ય રીતે જયારે હું બીજા કોઈ માણસને વિજયની કે સફળતાની વધામણી આપતી વખતના
શબ્દો સાંભળું છું , ત્યારે મને એ શબ્દોમાં રહેલો અદેખાઈનો છૂપો અવાજ પણ સંભળાય
છે. એ જ રીતે જયારે હું કોઈ માણસને બીજાને આશ્વાસન આપતો હોય ત્યારે જે શબ્દો બોલે
તે સાંભળું છું, ત્યારે એમ કરતી વખતે મળતા આનંદનો છૂપો અવાજ પણ મને સંભળાય છે”
“પણ, બાન્કાઈની વાત જુદી છે. એમના અવાજમાં મને કાયમ
સચ્ચાઈનો રણકો સંભળાયો છે. એ જયારે આનંદ વ્યક્ત કરતો ત્યારે મને આનંદ સિવાય બીજું
કશું જ સંભળાતું નહીં. એ જ રીતે એ જયારે દુઃખ વ્યક્ત કરે ત્યારે મને દુઃખ સિવાયનો
બીજો કશો અવાજ સંભાળતો નહીં.”
બાન્કાઈ યોકાટુ (ઈ.સ. ૧૬૨૨ – ઈ.સ. ૧૬૯૩) (ઝેન કથા | Jain Katha)
તેઓ રીનઝાઈ સંપ્રદાયના ઝેન ગુરુ હતા.
રયોમોન-જી અને ન્યોહો-જી ના મુખ્ય આચાર્ય હતા.
બાન્કાઈ યોકાટુનો જન્મ હરીમા જીલ્લામાં ઈ.સ. ૧૬૨૨માં થયો હતો. તેના પિતા
સુગા દોસેત્સુ સમુરાઈ યોદ્ધા હતા અને પછી વૈદ્ય તરીકે સ્થાયી થયા હતા. તેમનું
જન્મનું નામ મુચી હતું. શરૂઆતના શિક્ષણમાં તેઓ કન્ફ્યુશિયસના ગ્રંથો ભણતાં હતા.
તેમાં તેમણે અનેક પ્રશ્નો ઉઠતા અને તેમના શિક્ષક સાથે ઉગ્ર ચર્ચાઓ કરતાં. તેઓ દરેક સંપ્રદાયના લોકો સાથે ચર્ચામાં ઉતરી
પડતાં અને ઉગ્ર થઇ જતાં. ઈ.સ. ૧૬૩૩માં અગિયાર વર્ષની ઉમરે તેમને ઘરની બહાર હાંકી
કાઢવામાં આવ્યા. તેમના કુટુંબના એક વડીલ મિત્ર યુકાને તેમને નજીકમાં આવેલ એક
ઝુપડીમાં રહેવાની અનુમતિ આપી. સ્વભાવે ધૂની બાન્કાઈએ ઝુંપડીની બહાર “શ્રમણ સાધક” એવું પાટિયું પણ
લગાવી દીધું. ૧૫ વર્ષની ઉમરે તેમણે શીન્ગોન ચૈત્યમાં બૌદ્ધ ધર્મના શીન સંપ્રદાયનો
અભ્યાસ શરુ કર્યો અને અહી જ તેઓ એ સુત્રો પણ શીખવાનું શરુ કર્યું.
એક જ વર્ષમાં તે છોડી તેઓ હમાદા થી આકો ગયા અને ત્યાં ઝુઈઓ-જીમાં રીન્ઝાઈ ઝેન સંપ્રદાયના ગુરુ ઉમ્પો
ઝેન્ઝોને મળ્યા. જરાય સમય બગાડ્યા વગર તેમણે તેમને શીલ-સમાધિ વિષે
પૂછ્યું. ઉમ્પોએ કહ્યું કે તેની પ્રાપ્તિ ઝાઝેન (ધ્યાન)થી જ શક્ય છે. આ વાતથી સમ્મંત થઇ તેઓ એ તેમની પાસે દીક્ષા
લીધી અને તેમને નામ મળ્યું યોકાટુ જેનો અર્થ થાય છે ‘ચિત રત્નનો
દીર્ઘ ચળકાટ’
યુવા અવસ્થા
૧૯ વર્ષની ઉમરે ઝુઈઓ-જી છોડી તેમણે ક્યોટો, ઓસાકા,
ક્યુશુ વગેરે સ્થળે ભ્રમણ કર્યું. ૨૪ વર્ષની ઉમરે તેઓ ઝુઈઓ-જી ફરી પાછા ફર્યા, ત્યારે તેમને
થયું કે આ વર્ષોના ભ્રમણમાં તેઓ કઈ મેળવી શક્યા ન હતા. ઉમ્પો એ તેમને કહ્યું કે
તેમને પ્રાપ્તિ માત્ર અંતર સંશોધનથી જ થશે, કોઈ જ બાહ્ય
પદાર્થથી પ્રાપ્તિ થવી શક્ય નથી. તેઓ પાસેમાં ઝુંપડી બાંધીને રહેવા લાગ્યા. હવે
તેઓ કલાકો સુધી પદ્માસન વળી ધ્યાનની સાધના કરતાં. તમામ પ્રકારની શારીરિક સુવિધાનો
તેમણે ત્યાગ કર્યો હતો અને વર્ષોની કઠીન સાધના ભરી જીવન શૈલીને કારણે તેમણે ટીબીની
બીમારી લાગુ પડી અને ડોકટરે કહ્યું કે તેઓ લાંબુ નહિ જીવી શકે. આમ મૃત્યુશૈયા પર
આવી પહોંચેલ બાન્કાઈને “અનુત્પાદ” ની
અનુભૂતિ થઇ. માંદગીમાંથી સ્વસ્થ થતાં તેઓ ઉમો પાસે ગયા અને પોતાની અનુભૂતિની વાત
કરી. ઉમો એ તેનો સમાધિનો અનુભવ થયાની વાત સ્વીકારી અને અને વધુ માર્ગદર્શન માટે
ગુડો તોશુકુ પાસે મોકલ્યા.
હવે, બાન્કાઈની ઉમર ૨૬ વર્ષની થઇ હતી. તેઓ
ગીફુ પ્રદેશના દાઈસેન-જીમાં ગયા જેના પ્રમુખ આચાર્ય ગુડો તોશુકુ હતા. જો કે આ સમયે
તેઓ તેમના અન્ય ચૈત્યની મુલાકાતે હતા તેથી તેનો મેળાપ થઇ શક્યો નહિ. બાન્કાઈ એક
વર્ષ ત્યાં આજુબાજુના વિહારોમાં ગાળ્યો, ત્યાનાં
ભિક્ષુઓને મળ્યા અને પછી ફરી પાછા ઉમો પાસે પરત ગયા.
ચાન ગુરુ દોસા ચોગેન
ઈ.સ. ૧૯૫૧માં બાન્કાઈને જાણવામાં આવ્યું કે
નાગાસાકી નજીક સોફૂકુ-જી માં ચાન ગુરુ દોસા ચોગેન આવ્યા છે. ઉમોએ બાન્કાઈને તેને
મળવાની સલાહ આપી. દોસાને મળતાં તેઓએ તેની સમાધિની વાત સ્વીકારી, પણ આ સંપૂર્ણ
સમાધિ અવસ્થાની પ્રાપ્તિ નથી તેમ જણાવ્યું. બાન્કાઈએ શરૂઆતમાં વિરોધ કર્યો અને તેઓ
આ વાત સ્વીકારી ન શક્યા. તેઓ દોસા ની આજુબાજુ ફરતા રહ્યા અને તેની દિનચર્યા તથા
સાધના જોતા રહ્યા. છેવટે તેમણે દોસાની વાતનો સ્વિકાર કર્યો અને તેમની પાસે સાધના
કરવા સોફૂકુ-જીમાં રોકાઈ ગયા. ૧૬૫૨માં
બાન્કાઈએ સમાધિની અંતિમ અવસ્થા પણ પ્રાપ્ત કરી લીધી. તેઓએ ગુરુપદ
સ્વીકારવાની ના કહી અને બીજે વર્ષે હરીમા પરત ફર્યા. ત્યાંથી નારા પ્રદેશમાં
યોશીમા પર્વત પર એક ભિક્ષુ અને શ્રમણ તરીકે બાકીની જીંદગી વિતાવી.
✦ અન્ય જરૂરી
❋ ગૌતમ બુદ્ધ વિશે માહિતી અને તેમનો ધમ્મ ઉપદેશ
❋ ગૌતમ બુદ્ધના વિચારો અને ગૌતમ બુદ્ધ સુવિચાર । બુદ્ધ અને તેમનો ધમ્મ
❋ ગૌતમ બુદ્ધનુ જીવન અને ગૌતમ બુદ્ધ વિશેની પ્રશ્નો તર માહિતી