સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના । વિદ્યાર્થીઓ માટે સહાય યોજના। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે સહાય યોજના જે માં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જેવી કે જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા અભ્યાસ માટે કોચીંગ સહાય આપવામાં આવે છે. યોજના લાભ લેવા માટે ધોરણ 12 માં જરૂરી ટકાવારી અને વાર્ષિક આવક મર્યાદા આપવામાં આવેલ છે. spardhatmak pariksha talim sahay yojna
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના (Spardhatmak Pariksha Talim sahay Yojna)
યોજનાની માહિતી / અભ્યાસ માટે સહાયના ધોરણો:
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.) વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.
વિદ્યાર્થીઓ માટે સહાય યોજના લાયકાતના ધોરણો :
• ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.
વિદ્યાર્થી યોજના માટે આવક મર્યાદા :
• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના માટે જરૂરી પુરાવાઓ :
• નિયત નમૂનાનુું અરજીપત્રક
• બાહેંધરી પત્રક
• બિનઅનામત વર્ગનુું પ્રમાણપત્ર
• આવકનો દાખલો
• આધારકાર્ડની ઝેરોક્ષ
• ધોરણ 11-12 ની માર્કશીટ
• ધોરણ 12 પછીના સ્નાતક અભ્યાસની માર્કશીટ
• સ્કુલ/કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોના ફાઈડ )
• એડમીશન લેટર
• અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ
ઓનલાઇન ફોર્મ નો ડેમો જોવા માટે નીચે આપેલી લિંક નો ઉપયોગ કરી શકો છો.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના ડેમો ફોર્મ જોવા >>> અહિયા ક્લિક કરો
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.'
વિદ્યાર્થીઓ માટે સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવા >>> અહિયા ક્લિક કરો
અન્ય યોજનાઓ : વિદ્યાર્થીઓ માટે સહાય યોજના
અન્ય યોજનાઓ : વિધવા મહિલા માટે સહાય યોજના
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
બિનઅનામત વર્ગના વિદ્યાથીઓને જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સહાય માટે માહિતી / સહાયના ધોરણો:
બિનઅનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાથીઓને ધોરણ-૧૨ પછી મેડીકલ, એન્જીનીયરીગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) ની તૈયારી ના કોર્ચિંગ માટે, ધોરણ-૧૦ માં 70 ટકા(%) હોય તેવા વિદ્યાથીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ મેળવતા ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાથી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લાયકાતના ધોરણો :
ધોરણ-૧૦ માંં 70 % કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.
વિદ્યાર્થી યોજના માટે આવક મર્યાદા :
• કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી યોજના માટે જરૂરી પુરાવાઓ :
• નિયત નમૂનાનુું અરજીપત્રક
• બાહેંધરી પત્રક
• બિનઅનામત વર્ગનુું પ્રમાણપત્ર
• આવકનો દાખલો
• આધારકાર્ડની ઝેરોક્ષ
• રહેઠાણ નો પુરાવો
• શાળા છોડ્યાનુું પ્રમાણપત્ર
• ધોરણ -૧૦ ની માર્કશીટ
• સ્કુલ કોલેજમાં પ્રવેશ મેળવેલ પત્ર (બોનાફાઈડ)
• અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ
• ટ્યુશન ક્લાસની ફી ની વિગત (પાવતી)
• કોર્ચિંગ ક્લાસ સમાજ / ટ્રસ્ટ / સંસ્થા ૩ વર્ષ સંચાલિત હોય તેવો રજીસ્ટ્રેશન નંબર સાથેનો પુરાવો.
• ફી પહોચનો પુરાવો.
ઓનલાઈન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ લિન્કનો ઉપયોગ કરી શકો છો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સહાય યોજના ડેમો ફોર્મ જોવા >>> અહિયા ક્લિક કરો
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.
વિદ્યાર્થીઓ માટે સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવા >>> અહિયા ક્લિક કરો
અન્ય યોજનાઓ : પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ