આર્થિક રીતે પછાત (EWS) હોવાનું પ્રમાણપત્ર | EWS Certificate | EWS online Form Gujarat | EWS Full Form

આર્થિક રીતે પછાત પ્રમાણપત્ર (EWS Certificate) મેળવવા માટે ની અરજી ઓનલાઇન ( EWS Certificate online Apply) અને ઓફલાઇન  કરી શકો છો. ફોર્મ (EWS Form) ભરવા માટેના જરૂરી પુરાવા અને  ઓનલાઇન ફોર્મ (EWS online application) કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી આપેલ છે. EWS ના દાખલાની સમય મર્યાદા અને ફોર્મ ડાઉનલોડ કરવા માટે pdf  આપેલ છે.

EWS Full Form : Economically Weaker Sections 

EWS Certificate Full Form in Gujarati : આર્થિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર 


EWS Certificate


✤ આર્થિક રીતે પછાત પ્રમાણપત્ર મેળવવા માટે ની માહિતી ( EWS Certificate Information in Gujarati ) :

✧ આર્થિક રીતે પછાત પ્રમાણપત્ર નું ઓફલાઈન/મેન્યુઅલ ફોર્મ ભરવા :

EWS certificate form Gujarat and EWS certificate pdf 


✧ રજુ કરવા ના જરૂરી પુરાવા ( EWS Certificate Documents Required) :

1. વિદ્યાર્થીનો ૧ ફોટો 

2.વિદ્યાર્થી નો આધાર કાર્ડ

3. વિદ્યાર્થીઓને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર 

4. વિદ્યાર્થીના પિતાનો આધારકાર્ડ

5. અરજદારના પિતાનુું એલ.સી.

6. લાઈટબીલ / વેરાબિલ

7. રેશનકાર્ડ

8. આવકનો દાખલો (મામલતદાર નો)

9. અરજદારના પિતાનુું સોગંધનામુું

10. બિન અનામતનો દાખલો

11. છોલ્લા ૩ વર્ષનુું આઈ.ટી રીટર્ન્સ

(દરેક પુરાવા જ્યા નકલ ની જરૂર છે તે ને નોટરી ના સિક્કા મરાવવા)
✧ EWS ના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા ( EWS Certificate Gujarat ) :

➢ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઇન અપોઇમેન્ટ લેવી.(જો આપના ઝોન કે જિલ્લા માં લાગુ પડે તો.)

➢ અપોઇનમેન્ટ ની રસીદ અને પુરાવોઓ લઈ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચોરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ (વિનામૂલ્યે) મેળવવું.

➢ ફોર્મ ભર્યા બાદ 3 રૂ. ની કોર્ટ ફી ટિકિટ ફોર્મ પર આગળના પાને ખાલી જગ્યા જોઈ લગાડવી.અને અન્ય બધા ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ ફોર્મ સાથે પીન કરવી.

➢ ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારા વિસ્તારમાં મામલતદાર કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રી પાસે જઈ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવો અને સહી સિક્કા કરાવવા. (તલાટી શ્રી ને જરૂર જણાય તો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)

➢ તલાટી શ્રી ના સહી સિક્કા કર્યા બાદ EWS ના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.

➢ EWSના દાખલા માટેના ફોટો પડાવવાના સ્થળે નજીવી ફી ચૂકવી ફોટો પડાવી રસીદ અચૂક મેળવવી.

➢ રસીદમાં EWS દાખલા મેળવવાની તારીખ જોઈ જે-તે તારીખે તમારો EWSનો દાખલો મેળવી લેવો.

➢ EWS ના દાખલાની સમય મર્યાદા ( EWS Certificate Validity Gujarat ) :

➢  ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ EWS ના દાખલાની સમય મર્યાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ )ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો.

 


➤ આર્થિક રીતે પછાત પ્રમાણપત્ર માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા :
EWS Certificate form Gujarat pdf Download 
✧ આર્થિક રીતે પછાત (EWS) પ્રમાણપત્ર નું ઓનલાઈન ફોર્મ ભરવા (EWS Certificate Online Application) :


✧ આર્થિક રીતે પછાત (EWS) પ્રમાણપત્ર ઓનલાઈન અરજી માટે જરૂરી પુરાવા : 

EWS Certificate Gujarat Documents for ews online application


➤ રહેઠાણનો પુરાવો (કોઇપણ એક) :

➥ રેશન કાડૅ ની ઝેરોક્ષ
લાઇટ બીલની ઝેરોક્ષ.
➥ ઘરવેરા નાં બીલની ખરી ઝેરોક્ષ.
➥ ટેલીફોન બીલની ઝેરોક્ષ.
➥ ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ


➤ ઓળખાણનો પુરાવો (કોઇપણ એક) :

➥ ચુંટણી કાર્ડ ની ઝેરોક્ષ
પાન કાર્ડની ઝેરોક્ષ.
પાસપોર્ટ ની ઝેરોક્ષ 
➥ લાયસન્સ કાર્ડ ની ઝેરોક્ષ
➥ PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખકાર્ડ.

➤ આવકનો પુરાવો (કોઇપણ એક) :

➥ ખાતાનાં ઉપરના અધિકારીનું આવકનું પ્રમાણપત્ર (આવકનો દાખલો)
➥ ગયા વર્ષના ઈન્કમટેક્સ રીટર્ન ની નકલ

➤ જાતિને લગતા પુરાવા (કોઇપણ એક) :
➥ શાળા છોડવાનું પ્રમાણપત્ર ( School leaving certificate )
➥ પિતા / કાકા / ફોઈ નું શાળા છોડયાનાં દાખલા ની ઝેરોક્ષ
➥ પિતા / કાકા / ફોઈ જાતિના દાખલાની ઝેરોક્ષ


➤ અન્ય જરૂરી પુરાવા સાથે જોડવા :
Attach to other necessary evidence

 ➥ જન્મનું પ્રમાણપત્ર ( Birth certificate )
 ➥ 7/12 નો દાખલો
 ➥ અરજી સાથે રજુ કરેલ સોગંદનામું.

નોંધ :- બધા ઝેરોક્ષ ની ખરી નકલ કરાવી. 


✧ આર્થિક રીતે પછાત પ્રમાણપત્ર માટેની ઓનલાઇન અરજી :

EWS Certificate Gujarat online apply 

➠ ઓનલાઇન અરજી કરવા ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in વેબસાઇટ open કરો. 

EWS Certificate


➠ ત્યારબાદ "Citizen Service" માં જય ને "Certificate for Economically Weaker Section" પર Select કરી EWS Certificate Online Application માટે ફોર્મ ભરો.

Powered by Blogger.