વિધવા સહાય યોજના માહિતી : Vidhva Sahay Yojana

વિધવા સહાય યોજના ની માહિતી જેને વિધવા સહાય યોજના અથવા વિધવા પેન્શન યોજના અને ગંગા સ્વરૂપ યોજના થી પણ જાણીતિ છે. વિધવા સહાય ગુજરાત માં નિરાધાર વિધવા માટે સહાય યોજના ફોર્મ અને વિધવા સહાય મેળવવા માટે જરુરી ડોક્યુમેન્ટ અને વિધવા સહાય યોજના Online માહિતી મેળવી શકાય છે. Vidhva Sahay Yojana Gujarat

વિધવા સહાય યોજના


વિધવા સહાય યોજના ની માહિતી ( vidhva sahay yojana Benefits)

વિધવા સહાય યોજના (vidhva sahay yojana)  / ગંગા સ્વરૂપ પેન્શન યોજના રૂ.૧૨૫૦/ માસિક મળવાપાત્ર હોય છે.

નિરાધાર વિધવા સહાય યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ 1979 થી અમલ કરવામાં આવી છે જેમાં નિરાધાર વિધવાઓને સમાજમાં ગૌરવ સાથે જીવવા અને તેમના યોગ્ય પુનર્વસન માટે સક્ષમ બનાવવાના ઉદ્દેશથી કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની ઠરાવ : નવા / 102012/674 / A તારીખ 08-03-2019 નવા સુધારણા મુજબ, 21 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુત્ર ધરાવતી વિધવા લાભાર્થીઓ પણ વિધવા સહાય યોજના મેળવા માટે પાત્ર છે. Vidhva Pension Yojana and Vidhva sahay Yojana Gujarati ma.


વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ ( Vidhva Sahay Yojana Gujarat document ) :

1) અરજદાર અને તેના પુત્રની આવક દશાર્વતો આવક નો દાખલો / પ્રમાણપત્ર (1,50,000/- થી ઓછી આવક)

2) વિધવા પેન્શન યોજના માટે અરજદારનું રેશનકાર્ડ

3) અરજદારનું આધારકાર્ડ અને વોટિંગ કાર્ડ 

4) વિધવા સહાય યોજના માટે અરજદારના પતિ નો મરણનો દાખલો

5) અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ 

6) અરજદારનું લાઈટબીલ / વેરાબીલ

7) વિધવા સહાય યોજના માટે પુનઃલગ્ન કરેલ નથી તેનું તલાટીશ્રી પાસેથી મેળવેલું પ્રમાણપત્ર

8) અરજદારની ઉંમરના પુરાવા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/સિવિલ સર્જન નું પ્રમાણપત્ર)

9) અરજદારનો પાસપોર્ટ સાઈઝ ફોટો

10) 2 સાક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટા.








 વિધવા સહાય યોજના ( વિધવા સહાય પેન્શન યોજના ) પેઢીનામું માટે જરૂરી પુરાવા :

Vidhava Pension ,Vidhva Sahay yojana Document Pedhinama Gujarat :

➢ અરજદારનું રેશનકાર્ડ. 

➢ પેઢીનામા અંગેની અરજી રૂ. 3 ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે.

➢ અરજદારના પતિ ના મરણ નો દાખલો.

➢ અરજદારનું આધારકાર્ડ અને  વોટિંગ કાર્ડ .

➢ અરજદારનું લાઈટબીલ / વેરાબીલ ની ખરીનકલ.

➢ અરજદારના પાસપોર્ટ સાઈઝના 2 ફોટા.

➢ 3 પુખ્તવયના સાક્ષીના આધારકાર્ડ ની ખરી નકલ અને 2-2 પાસપોર્ટ સાઈઝ ના ફોટો.


અન્ય મહિલા યોજનાઓ :મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

અન્ય યોજનાઓ : પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ


 વિધવા પેન્શન યોજના (ગંગા સ્વરૂપ યોજના) માટે પુનઃલગ્ન કરેલ નથી નુું પ્રમાણપત્ર :

 Vidhva Pension Yojana (ganga swaroop yojana) :

વિધવા સહાય યોજના માટે જરૂરી તલાટીશ્રી પાસેથી મેળવવાનુું પુનઃલગ્ન કરેલ નથી નુું પ્રમાણપત્ર માટે જરૂરી પુરાવા (જે દરવર્ષે જુલાઈ મહિનામાં રજુ કરવાનું રહેશે.)

➢ અરજદાર અને તેના પિતાનું શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર.

➢ અરજદારના પતિ નો મરણનો દાખલો

➢  અરજદારના દરેક સંતાનોના આધારકાર્ડ. 

➢ અરજદારનું લાઈટબીલ / વેરાબીલ.

➢ પુનઃલગ્ન કરેલ નથી તે અંગેની અરજી રૂ. 3 ની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે.

➢ 2 સક્ષીઓના આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ફોટો. 


 નિરાધાર વિધવા સહાય યોજના ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યા કરવી ? :

Vidhva Sahay Yojana Form :

➢  વિસ્તારને લગતી મામલતદારશ્રી ની કચેરી અથવા તાલુકા અધિકારીની કચેરી માથી વિધવા સહાય ફોર્મ મળે છે.


વિધવા સહાય યોજના Online ફોર્મ :
Vidhva sahay online form



 

ખાસનોંધ :

અરજદારના પતિના વારસદારો દર્શાવતું પેઢીનામું અને પુનઃલગ્ન કરેલ નથી નું સોગંધનામું/એફિડેવિટ બંને એક સાથે રુ. 50 ના સ્ટેમ્પ પર કરાવવું.

દરેક પુરાવાઓની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી/સિક્કા મરાવવા. તથા ઓરીજીનલ પુરાવાઓ સાથે રાખવા.
અરજદારે પેઢીનામાં, પુનઃલગ્નના પ્રમાણપત્ર માટે કચેરીએ રૂબરૂ જવૂંં.



Powered by Blogger.