વિદ્યાર્થી લોન । વિદ્યાર્થીઓ માટે સહાય યોજના । શૈક્ષણિક લોન યોજના । એજ્યુકેશન લોન | લોન ફોર્મ

વિદ્યાર્થીઓ માટે સહાય યોજના જેમા બિન અનામત વર્ગના વિદ્યાર્થી માટે રૂ. 10 લાખ સુધીની વિદ્યાર્થી લોન અને શૈક્ષણિક લોન યોજના જેમા ઉચ્ચ અભ્યાસ માટે એજ્યુકેશન લોન અને વિદેશ અભ્યાસ માટે લોન. બિન અનામત લોન અને બિન અનામત યોજના લોન ફોર્મ pdf . વિવિધ શિક્ષણ યોજનાઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે સરકાર તરફથી વિદ્યાર્થી ઓને લોન આપવામાં આવે છે . જેમાં મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના, વિદ્યાર્થી સહાય યોજના અને ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના પણ હોય છે. Education loan scheme by Gujarat Government.

વિદ્યાર્થીઓ માટે સહાય યોજના


✤ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અભ્યાસ લોન યોજના

✦ વિદ્યાર્થી સહાય યોજનાનું સ્વરૂપ / ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાયના ધોરણો (education Sahay yojana Gujarat): 

રાજ્યમાં ચાલતા મેડિકલ,  ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, આયુર્વેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે BBA (બીબીએ), B.Com (બીકોમ), B.S.C (બીએસી), B.A.(બીએ) વિગેરે સિવાય, ) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી એજ્યુકેશન લોન આપવામાંં આવશે.

આ શૈક્ષણિક અભ્યાસ લોન યોજનામાં રાજ્યોમાં ચાલતા સ્નાતક કક્ષાના ઉચ્ચ અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના આન્ય રાજય / કેન્દ્રશાશિત પ્રદોશોમાં પણ ઉચ્ચ અભ્યાસ કરતા તબીબી સ્નાતક , તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA ,TISS માં પણ વિદ્યાર્થી લોન આપવાની રહેશે.


✦ બિન અનામત યોજના સરકારી લોન માટે લાયકાતના ધોરણો: 

➥ ધોરણ -12  માં ૬૦ ટકા કે તેથી વધુ.


✦ ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના વ્યાજનો દર: 

➥ વાર્ષિક 4 %  ટકા લેખે સાદુ વ્યાજ 


✦ શૈક્ષણિક અભ્યાસ લોન યોજના આવક મર્યાદા:

➥ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ 6.00 લાખ કે તેથી ઓછી.

➥ અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.


અન્ય યોજનાઓ :  વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન યોજના

અન્ય યોજનાઓ : સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના


✦ શૈક્ષણિક લોન યોજના અને એજ્યુકેશન લોન માટેનું પાત્રતા અને વધારાના માપદંડ (Gujarat government education schemes) :

➢ ગુજરાત રાજયની કોઇ પણ શાળામાંથી ધોરણ-12 માં 60% કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઈએ.

➢ જે તે અભ્યાસક્રમના સંબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માં ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થી સહાય યોજના ની આ વિદ્યાર્થી લોન મળવા પાત્ર થશે.

➢ અરજદાર ગુજરાતના હોવા જોઈએ અને બિન અનામત વર્ગના હોવા જોઈએ.

➢ સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મળેવ્યા અંગનો પુરાવો રજુ કરવાનો રહેશે.

➢ ઉચ્ચ શિક્ષણ ધિરાણ યોજના વ્યાજ દર વાર્ષિક ૪ ટકા સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

➢ વિદ્યાર્થીઓ માટે સહાય યોજના માંં વિધવા અને અનાથ લાભાર્થી અરજદારને પ્રાથમિકતા આપવામાં આવશે.

➢ અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિશ્ચિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહી.

➢ રાજ્યની શૈક્ષણિક લોન યોજના ઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6.00 લાખ રેહેશે.


✦ બિન અનામત વિદ્યાર્થી લોન માટેનું જામીન / વિદ્યાર્થીઓ માટે સહાય યોજના દસ્તાવેજ (bin anamat education loan):


સમગ્ર કોર્ષની સરકારી લોનની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કે તેથી ઓછી હોય તો તેમણે કોઈ મિલકત ગીરો(મોર્ગેજ) કરવાની રહેશે નહીં ફક્ત બે સધ્ધર જામીનનું જામીન પત્ર રજૂ કરવાનું રહેશે.

સમગ્ર કોર્ષની સરકારી લાોન ની કુલ રકમ રૂ.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઈ સગા સબંધીની સ્થાવર મિલકત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.

દરેક શૈક્ષણિક લોન યોજના લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ બ્લેન્ક (BLANK) ચેક આપવાના રહેશે.

✦ બિન અનામત યોજના વિદ્યાર્થી લોનની પરત ચુકવણી:


રૂ 5.00 લાખ સુધીની કુલ એજ્યુકેશન લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ 5 (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.

રૂ 5.00 લાખથી વધુની એજ્યુકેશન લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ 6 (છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.

 ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.

સરકારી લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ વિદ્યાર્થી લોનની પરત ચુકવણી કરી શકાશે.

અન્ય યોજનાઓ : વિધવા સહાય યોજના

✦ વિદ્યાર્થી સહાય યોજના માટે જરૂરી પુરાવાઓ (bin anamat education loan documents) :

• નિયત નમૂનાનુું અરજીપત્રક
• બાહેંધરી પત્રક
• બિનઅનામત વર્ગનુું પ્રમાણપત્ર
• રહેઠાણ નો પુરાવો
• શાળા છોડ્યાનુું પ્રમાણપત્ર
• ધોરણ-૧૦/૧૨ની માર્કશીટ
• ધોરણ- ૧૨ પછીના સ્નાતક અભ્યાસની માર્કશીટ
• પ્રતિવર્ષ ભરવાની થતી ફી નો પુરાવો.
• પિતા/વાલીની મિલકતના વેલ્યુએશન સર્ટિ અને મિલકતના આધારો
• પિતા/વાલીની મિલકત ગીરો (મોર્ગેજ) કરવાની સંમતિપત્ર
• અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાંની નકલ






શૈક્ષણિક લોન યોજના ઓનલાઈન લોન ફોર્મ નો ડેમો જાણવા માટે નીચે દર્શાવેલ  લિન્કનો ઉપયોગ કરી શકો છો.

બિન અનામત વિદ્યાર્થી સહાય યોજના લોન ફોર્મ pdf ડેમો જોવા >>> અહિયા ક્લિક કરો

વિદ્યાર્થીઓ માટે સહાય યોજના



વિદ્યાર્થીઓ માટે સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

👉 ઉચ્ચ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવાનું ઓનલાઇન ફોર્મ ભરવા >>> અહિયા ક્લિક કરો


અન્ય યોજનાઓ : વ્હાલી દીકરી યોજના




Powered by Blogger.