કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન | Pilot Course Loan | Pilot Loan India | Pilot Training Loan India | Pilot Study Loan in India
✤ કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજનાનો હેતુ (Pilot Training Loan India)
અનુસૂચિત જાતીના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓની નબળી આથિક અને સામાજિક પરિસ્થિતિના કારણે કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે રૂપિયા ૨૫.૦૦ લાખ સુધીની લોન ૪%ના વ્યાજના દરે સરકાર તરફથી તાલીમ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આર્થિક મદદરૂપ થવા આપવામાં આવે છે.
✦ પાયલોટ તાલીમ લાઇસન્સ લોન માટે નિયમો અને શરતો
➤ કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ તાલીમ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ મેટ્રિક અથવા ઉચ્ચ માધ્યમિક શાળા પ્રમાણપત્ર અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉપરાંત ઉમેદવાર જ્યાં તાલીમ લેવા ઇચ્છે છે તે સંસ્થામાં કોમર્શિયલ પાયલોટ લાયસન્સ તાલીમ વર્ગમાં પ્રવેશ માટે નિર્ધારિત તમામ શૈક્ષણિક ટેકનિકલ તેમજ જરૂરી લાયકાત હોવી જોઈએ.
➤ આવી તાલીમ આપતી દેશ/વિદેશી સંસ્થાએ તાલીમાર્થીના પ્રવેશ માટે નિર્ધારિત શરતો અને આવી તાલીમ માટે જરૂરી તમામ પ્રમાણપત્રો જેમ કે તબીબી પ્રમાણપત્ર, ફિટનેસ પ્રમાણપત્ર વગેરે મેળવ્યા હોવા જોઈએ.
➤ તાલીમાર્થી વિદેશની જે સંસ્થામાં તાલીમ મેળવે છે તે સંસ્થાને તેના દેશની સરકાર દ્વારા આવી તાલીમ આ૫વા માટે મંજુરી થયેલી હોવી જોઇએ અને આવી તાલીમ પછી મેળવેલ કોમર્શિયલ પાઈલટ લાઇસન્સ તે દેશમાં સ્વીકૃત થયેલા હોવા જોઇએ ત્યાર ૫છી ભારતમાં તે લાયસન્સ મંજૂર કરવા માટે, તાલીમાર્થીએ એક વર્ષની અંદર જરૂરી કાયદેશરની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
➤ તાલીમ આ૫નાર સંસ્થા તરફથી ઉમેદવારને પ્રવેશ આપ્યા અંગેનો સંમતી૫ત્ર મળ્યા બાદ જ સહાય મંજુર કરવામાં આવશે, તાલીમાર્થીએ તેમની તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો જે તે સંસ્થા પાસેથી મેળવી રજુ કરવાના રહેશે
➤ લાભાર્થીઓએ તાલીમ પૂર્ણ કર્યા પછી તેમની સેવાઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે ભારતમાં આ૫વાની રહેશે. જો તેઓ પરદેશમાં સ્થાયી થાય તો આવી સહાયની રકમ ગુજરાત સરકારને સંપૂર્ણ વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. આમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં.
➤ જો આવી તાલીમ મેળવનાર ઉમેદવારનો કોઈ સંબંધી વિદેશમાં રહેતા હોય તો તાલીમાર્થીઓએ નાણાકીય જવાબદારી માટે તેમના દ્વારા પૃરસ્કૃત (SPONSER) કરેલ હોવા જોઇએ નહી.
✦ પાયલોટ તાલીમ લાઇસન્સ લોન માટે સબમિટ કરવાના દસ્તાવેજ (Pilot Study Loan)
- અરજદારનું આધારકાર્ડ
- અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
- શાળા છોડયાનો દાખલો
- કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો ( વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચૂંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
- પાસપોર્ટ ( જો જિદેશમાં તાલીમ લેવાની હોય તો)
- વિઝા (જો વિદેશમાં તાલીમ લેવાની હોય તો)
- વિદેશમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછા પાંચ વર્ષ ભારતમાં સેવા આપશે. તે અંગેની લેખિત બાંહેધરી રજૂ કરવી.(₹. ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર)
- સ્વીકૃતિ પત્ર ( નિયત રૂ 50 ના સ્ટેમ પર)
- એસ.એસ.સી. અથવા એથી આગળ કરેલ અભ્યાસની માર્કશીટ/પ્રમાણપત્રો
- જામીનદાર-૧ ના મિલ્કતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇન્ડેક્ષ)
- જામીનદાર-૧ ના મિલ્કતના વેલ્યુએશન સર્ટીફીકેટ
- જામીનદાર-૨ ના મિલ્કતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇન્ડેક્ષ)
- જામીનદાર-૨ ના મિલ્કતના વેલ્યુએશન સર્ટીફીકેટ
- પરિશિષ્ટ - ખ વિદ્યાર્થીનુ જાત -જામીનખત
- પરિશિષ્ટ - ડ વિદ્યાર્થીનું સોગંદનામુ
- પરિશિષ્ટ - ઘ લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો
- પરિશિષ્ટ - ગ જામીનદારના જામીનખતનો નમુનો
✦ કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજના ફોર્મ
- વ્યક્તિગત વિગતો
- અરજીની વિગતો
- શૈક્ષણિક કારકિર્દી અંગેની માહિતી
- જામીનદારોની વિગતો
- દસ્તાવેજ ની વિગતો
- નિયમો અને શરતો
કોમર્શીયલ પાયલોટ તાલીમ લાઇસન્સ માટે લોન યોજના ઓનલાઈન ફોર્મ ( Student Pilot Training Loan online form)
સામાજિક કલ્યાણ વેબસાઇટ >>> https://esamajkalyan.gujarat.gov.in/index.aspx