મેડિકલ ગ્રેજ્યુએટ ડોકટરો માટે લોન/સહાય યોજના | Hospital Loan For Doctors Gujarat

મેડિકલ ગ્રેજ્યુએટ ડોકટરો માટે લોન/સહાય યોજના જેમાં ડોકટર ડિગ્રી/ડિપ્લોમાં બાદ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફથી લોન સહાય આપવામાં આવેશે. આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી અને અનુસૂચિત જાતિના મેડિકલ ગ્રેજ્યુએટ ડોકટરો માટે લોન/સહાય યોજના મળવાપાત્ર છે.




ડોક્ટરો માટે લોન/સહાય યોજના

ડો.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના મેડિકલ ગ્રેજ્યુએટ ડોક્ટરો માટે લોન/સહાય યોજના

યોજનાનો હેતુ

ડો.પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકો (MBBS/BSAM/BAMS/BAM (આયુર્વેદ)/BDS (ડેન્ટલ) હોમિયોપેથિક ડિગ્રી/ડિપ્લોમા (BHMS અને DHMS ઇન ડિપ્લોમા) મેળવેલ વિદ્યાર્થીઓને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે 4% ના દરે રૂ.2,50,000/- લાખની લોન અને રૂ.25,000/-ની સહાય અને આ યોજનામાં હોમિયોપેથિક ડિગ્રી/ડિપ્લોમા (B.H.M.S. HMS અને ડીપ્લોમાં D.H.M.S.) લોન/સહાય


નિયમો અને શરતો

➥ વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.1,20,000/- અને શહેરી વિસ્તાર માટે રૂ.1,50,000/- થી વધુ ન હોવી જોઈએ.

➥ અરજદાર સરકારી કચેરી કે કોઇ ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવા જોઇએ નહી.

➥ આ યોજનાનો લાભ પરિવારના એક સભ્યને માત્ર એક જ વાર મળશે.

➥ જો અન્ય વ્યક્તિની ભાગીદારી માલુમ ૫ડશે તો તમામ લોન સહાય અને અન્ય ખર્ચ અરજદાર પાસેથી વસૂલવામાં આવશે.

➥ અરજદારને લોન મંજૂર કર્યા પછી, 12 માસ ૫છી માસિક રૂ.50,000/-ના હપ્તેથી ૫રત વસુલ કરવામાં આવશે.

➥ અરજદારે સરકારી સહાય મેળવ્યા પછી 6 મહિનાની અંદર ક્લિનિક શરૂ કરવાનું રહેશે.

➥ હોમિયોપેથિક ડોકટરોએ માત્ર શુદ્ધ હોમિયોપેથીની પ્રેક્ટિસ કરવાની રહેશે.


તમામ જરુરિ યોજના ફોર્મ pdf ડાઉનલોડ કરો  =>> સરકારી યોજના ફોર્મ 


👉 પ્રધાનમંત્રી વીમા યોજના માત્ર રૂ. 12

👉 ઓનલાઈન ઈ-નિર્માણ કાર્ડ (e-Nirman card) અને U-WIN કાર્ડ (uwin card) 

👉 બેન્કેબલ યોજના ઓનલાઇન


સબમિટ કરવાના દસ્તાવેજ

➢ અરજદારનું આધાર કાર્ડ

➢ અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો

➢ કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો

➢ રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)

➢ રજીસ્ટ્રેશનની નકલ

➢ તબીબી સ્નાતક ડિગ્રી નું પ્રમાણપત્ર

➢ અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (હોય તો)

➢ બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

➢ જાત જામીન ખતનો નમૂનો

➢ બાંહેધરી પત્રક (વોરંટી શીટ)

➢ લોનની ચુકવણી માટે પાત્રતાનો દાખલો

➢ એકરારનામું (કરાર)

➢ સોગંદનામું (એફિડેવિટ)

➢ જામીનદાર-૧ ના મિલકત નો આધાર ( 9/12 ના અવતરણ - અનુક્રમણિકા)

➢ જામીનદાર-૨ ના મિલકત નો આધાર ( 9/12 ના અવતરણ - અનુક્રમણિકા)

➢ બાંયધરી આપનાર જામીન બોન્ડનો નમુનો


>>> ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે જાણવા માટે અહી 👉 ક્લિક કરો  




સ્ત્રોત : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (ગુજરાત સરકાર)




✦ ડોક્ટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે લોન / સહાય

પાત્રતાના માપદંડ

ફિઝિશિયન સ્નાતકો કાયદાના સ્નાતકો માટે લોન સહાય, વ્યાજ મળવાપાત્ર સહાયની આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર જાણકારી માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વેબસાઇટની મુલાકાત લેવી.


સહાયનું ધોરણ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, વિચરતી-વિમુક્ત જાતિના તબીબી સ્નાતકોને ડૉકટરનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે મદદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.


રજુ કરવાના ડોક્યુમેંટ

  • અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ /ઘરવેરાની પહોંચ)
  • આવકનો દાખલો
  • જામીનદારનું જામીનખત (પત્રક-અ મુજબ)
  • જાત જામીનખત (પત્રક-બ મુજબ)
  • મેડિકલ કાઉન્સિલ તરફથી પ્રાપ્ત નોંધણી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ / ફી ચુકવણીની રસીદની નકલ
  • એક વર્ષ માટે હોસ્પિટલના મકાનના ભાડા માટે ભાડા પત્રની રજૂઆત
  • ડોક્ટરી લાઇનનો અનુભવ જો હોય તો પ્રમાણપત્ર આપવું
  • સક્ષમ અધિકારીશ્રીનું જાતિનું પ્રમાણપત્ર
  • અરજદારના ફોટો









Powered by Blogger.