આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના |  ડો સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના | Antarjatiya Vivah Yojana Gujarat  

 કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના સ્વરૂપે સમાજ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ અમલમાં છે. ડો સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના દ્વારા અસ્પૃશ્યતા દૂર કરીને સામાજિક સમાનતા લેવા આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના માં 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. 

આંતરજ્ઞાતિય-લગ્ન-સહાય-યોજના


✤ આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનો હેતુ (Antarjatiya Vivah Yojana Gujarat)

હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિઓ અને હિન્દુ ધર્મની બિન-અનુસૂચિત જાતિની વ્યક્તિઓ વચ્ચે લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દૂર કરીને સામાજિક સમાનતા લાવવાના ભાગરૂપે ડો સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય  લગ્ન સહાય યોજના અમલમાં મૂકી છે. 

જેમાં રૂ. 50,000/- પતિ અને પત્નીના સંયુક્ત નામે, નાની બચતના પ્રમાણપત્રો અને રૂ. 50,000/-  ઘરવખરી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.


આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના નિયમો અને શરતો 

➥ આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યક્તિ ગુજરાતનું વતની હોવું આવશ્યક છે.

➥ આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા પછી બે વર્ષની અંદર યોજના માટે સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે.

➥ આંતરજ્ઞાતિય લગ્નના કિસ્સામાં, પ્રાંતની વ્યક્તિના માતા-પિતા ગુજરાત રાજ્યમાં રહેતા હોવા જોઈએ.

➥ જો અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યક્તિ પરપ્રાંતની હોયતો તેણે/તેણીને જે તે પ્રાંત રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિન્દૂ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. અને લગ્ન કર્યા બાદ આ વ્યક્તિએ ગુજરાતમાં રહેવું પડશે.

➥ 35 વર્ષની વય સુધીની વિધુર અથવા વિધવા કે જેમને કોઈ સંતાન ન હોય તેવી વ્યક્તિ જો પુનઃલગ્ન કરે છે તે આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ સહાય મેળવવા માટે પાત્ર બનશે.

➥ કોઈ આવક મર્યાદા નથી.


✦ રજુ કરવાના પુરાવાઓ 

➢ અરજદારે ક્યારે છૂટાછેડા લીધા તે અંગેનો દસ્તાવેજ (જો અરજદાર લગ્ન સમયે પરિણીત હોય તો)

➢ મરણનો દાખલો ( લગ્ન સમયે અરજદાર વિધુર/વિધવા હોઈ તો )

➢ યુવક/યુવતીએ ક્યારે છૂટાછેડા લીધા તે અંગેના દસ્તાવેજો (જો યુવક/સ્ત્રી લગ્ન સમયે પરિણીત હોય તો)

➢ મરણનો દાખલો (જો યુવક/સ્ત્રી લગ્ન સમયે વિધુર/વિધવા હોય તો)

અરજદારનું આધારકાર્ડ 

➢ અરજદારની શાળા છોડ્યાનો દાખલો 

➢ યુવક/યુવતીનું શાળા છોડ્યાનો દાખલો 

લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર 

➢ બેન્ક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક ( અરજદારના નામનું )

➢ યુગલનું એકરારનામું

➢ રહેઠાણનો પુરાવો પૈકી કોઈ પણ એક 


દસ્તાવેજ ઓનલાઈન બનાવવા લિંક 

➤ આવકનો દાખલો ઓનલાઇન >>> અહિ ક્લિક કરો

➤ પાનકાર્ડ ઓનલાઇન >>> અહિ ક્લિક કરો

➤ નવુ રેશન કાર્ડ બનાવા >>> અહિ ક્લિક કરો

➤ રેશનકાર્ડમાં નામ અટક ઉંમર સરનામું સુધારો

➤ રેશનકાર્ડ માંથી નામ કમી કરવા

➤ આધાર કાર્ડ ડાઉનલોડ કરવા  >>>  અહિ ક્લિક કરો

➤ મતદાર યાદીમાં નામ ઉમેરવા >>> અહિ ક્લિક કરો

➤ મતદાર યાદીમાં સરનામું સુધારવા >>> અહિ ક્લિક કરો


✦ આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં અરજી કરવી?

આ સેવાનો લાભ હવે સામાજિક કલ્યાણ વેબસાઇટ પરથી ઓનલાઈન મેળવી શકાશે. જે નીચે આપેલ લિંક દ્વારા જાણી શકાશે.



આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભર્યા પછી, ફોર્મની નકલ અને ચકાસણી માટેના પુરાવાઓ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધિકારી (તમારા તાલુકા/જિલ્લામાં જ્યાં સત્તા આપવામાં આવી છે) ની ઑફિસમાં જવું જોઈએ અને જઈ તપાસ કરાવવાના રહેશે.




આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ( Antarjatiya Vivah online form)

સામાજિક કલ્યાણ વેબસાઇટ  >>> https://esamajkalyan.gujarat.gov.in/index.aspx


આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના pdf  ફોર્મ  >>> Download


Powered by Blogger.